હૈદરાબાદ તેલંગાણાની લોકસભા સાંસદને મતદારોને પૈસા વહેંચવાના ગુણમાં અદાલતે છ મહિની સાડી જેલ અને રૂ 10 હાજરનો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ લોકસભા સાંસદને અદાલતે આ પ્રકારની સજા સંભળાવી હોય તેવો આ દેશનો પ્રથમ મામલો છે.

આ મામલે એવું છે કે,સમગ્ર મામલો 2019ની લોકસભાની ચૂંટણી સાથે જોડાયેલો છે. હૈદરાબાદ લોકસભા ચૂંટણી દરમિયાન ફલાઇંગ સ્કોવોડે સાંસદ કવિતા અને તેના સાથી શોકેટ અલીને ચૂંટણીની પહેલા મતદારોને રૂપિયા વહેંચતા રંગે હાથ પકડી પડ્યા હતા.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિની કવિતા તેલંગાણાની મહબૂબાબાદ લોકસભા સીટથી સાંસદ છે. કવિતા અને તેનો એક સાથે શોકેટ અલી મતદારોને ચૂંટણીની પહેલા મતદારોને રૂપિયા વહેંચતા રંગે હાથો પકડાયા બાદ સમગ્ર મામલો કોર્ટે જઈને પહોંચ્યો હતો જે મામલે કોર્ટે બંનેને દોષી જાહેર કર્યા હતા અને તેમને છ મહિનાની સાડી કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.આ મામલે વધુ મહત્વનું એ છે કે આવો મામલો ભારત દેશનો પહેલો છે જ્યાં અદાલતે કોઈ લોકસભા સાંસદને આ પ્રકારે સજા સંભળાવી હોય.

ક્યારનો છે આ મામલો

આ મામલો 2019 ની લોકસભા ચૂંટણીસાથે જોડાયેલો છે,હૈદરાબાદ લોકસભા ચૂંટણી દરમિયાન ફ્લાઈંગ સ્કવોર્ડે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની સાંસદ કવિતા અને તેનો સાથી શોકેટ અલીને ચૂંટણી પહેલા મતદારનો પૈસા વહેંચતા રંગે હાથો પકડી પડ્યા હતા અને તે બાદ પબ્લિક પ્રોસિક્યુટરએ જણાવ્યું કે,બંને આરોપીઓ પકડાયા બાદ કવિતાના પક્ષમાં વોટ કરવા માટે મતદારોને પૈસા વહેકતાં હોવાનું સ્વીકાર્યું હતું.

કોર્ટે આપ્યા જામીન

આ મામલે સ્થાનિક કોર્ટે સાંસદ કવિતા અને સાથી શોકેટ અલીને આઈપીસીની કલામ 171 ઈ અંતર્ગત દોષી ઠેરવ્યા હતા અને બંનેને છ મહિનાની કેદ અને રૂ.10 હાજરનો દંડ ફટકાર્યો હતો. જોકે જજે બંનેને સજા તો સંભળાવી દીદી હતી અને પછી જામીન આપી દીધા હતા અને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની પણ છૂટ આપી હતી.

દોશી જાહેર થઇ અને સજા બાદ કવિતા સમાચાર એજેંસી પીટીઆઈ ને કહ્યું હતું કે ,તેને જામીન મળી ગયા છે અને તે હવે હાઇકોર્ટમાં આ અંગે અપીલ કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud