• સ્વ.માધવસિંહના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક: સીએમ રૂપાણી
 • માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ 149 વિધાનસભા બેઠક જીતવાનો રેકોર્ડ છે, જે પીએમ મોદી પણ તોડી શક્યા નથી
 • ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા માધવસિંહ સોલંકી
 • ખામ થિયરી અને મધ્યાહન ભોજનનો વિચાર સૌથી પહેલા તેમણે રજૂ કર્યો હતો

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી

WatchGujarat ગુજરાતના એક પછી એક દિગ્ગ્જ નેતાઓ દુનિયાને અલવિદા કરી રહ્યા છે. ત્યારે વધુ એક ગુજરાતના દિગ્ગ્જ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની જૈફ વયે નિધન થયું છે. માધવસિંહ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાની ખમ થિયરીની કામગીરીથી જાણીતા હતા. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નજીક હતા. તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે.

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ.માધવસિંહ સોલંકીના અંતિમસંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજરોજ જૈફ વયે નિધન થતા તમામ રાજકીય દાળોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતમાં 4 વખત પોતાની સરકાર બનાવનાર નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી પોતાની માધવસિંહ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના સીએમ હતા. ત્યારે તેમણે હોસ્પિટલ જઈ માધવસિંહના ખબરઅંતર પણ પૂછ્યા હતા.

સ્વ.માધવસિંહના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલે સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, સ્વ.સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજ્યપાલે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.

માધવસિંહ સોલંકીની ગુજરાતમાં રાજકીય ટાઈમલાઈન

 • માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
 • 1881માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી
 • સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી
 • 1985માં પદેથી રાજીનામું આપ્યું
 • ફરી વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી.
 • આ દિન સુધી તેમનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.
 • પત્રકાર અને સાહિત્યના બેકગ્રાઉન્ડમાંથી મુખ્યમંત્રી બન્યા હતા
 • કેન્દ્રમાં વિદેશમંત્રી પણ રહી ચૂક્યા હતા
More #પૂર્વ મુખ્યમંત્રી #Madhavsingh #solanki #passes away #94 year #CM rupani #announces #mourning #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud