તાજેતરમાં ભારતીય નેવીની અત્યંત ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાની ફરિયાદ આંધ્રપ્રદેશમાં નોંધાઇ હતી
તાર ગોધરા સુધી જોડાતા આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સની એક ટીમે ગોધરામાં ધામા નાંખ્યા
મોબાઇલ નંબરના આધારે તપાસનો રેલો અહિં સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું
WatchGujarat. ભારતીય નેવીની મહત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડવા મામલે આજરોજ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલાની તપાસમાં જોડાયેલી આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્કવોર્ડની એક ટીમ ગોધરા આવી છે. અને મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે. કાઉન્ટર ઇન્જેલિજન્સ સ્કવોર્ડની ટીમની તપાસના ધમધમાટને પગલે સ્થાનિકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ છે.
સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, તાજેતરમાં ભારતીય નેવીની અત્યંત ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાની ફરિયાદ આંધ્રપ્રદેશમાં નોંધાઇ હતી. ત્યાર બાદ આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્કવોર્ડ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના તાર ગોધરા સુધી જોડાતા આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સની એક ટીમે ગોધરામાં ધામા નાંખ્યા છે. ટીમ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને સમગ્ર ઓપરેશન ગુપ્ત રાહે પાર પાડવામાં આવી રહ્યું છે.
મામલે વધુ પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોબાઇલ નંબરના આધારે તપાસનો રેલો અહિં સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં કોની કોની પુછપરછ કરાઇ છે
આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિજન્સ સ્કવોર્ડની ટીમ દ્વારા અત્યાર સુધી 6 લોકોની પુછપરછ હાથ ધરી છે. જેમાં પાંચ ઇસમો અને એક મહિલાનો સમાવેશ થાય છે. સ્કવોર્ડ દ્વારા તમામની અટકાયત કરીને ઝીણવટભરી તપાસ કરી રહી છે. જો કે, આ મામલે વધુ તપાસ બાદ માહિતી સામે આવશે.