• ભરૂચ જિલ્લામાં આર્થિક, સામાજિક તેમજ પારિવારિક કારણોને લઈ છેલ્લા દોઢેક મહિનામાં હત્યાની 7 ઘટનાઓ
  • રીક્ષા ચલાવતો હત્યારો પતિ ફરાર, 3 દિકરીઓએ માતા સાથે પિતાનું પણ છત્ર ગુમાવવાનો વારો
Gujarat, Bharuch Husband Doubt on Wife
Gujarat, Bharuch Husband Doubt on Wife

WatchGujarat. ભરૂચની મહાવીર નગર ઝૂંપડપટ્ટીમાં ચારિત્ર્યની શંકાએ વહેમિલા પતિએ પત્નીને માથામાં પાવડો મારી હત્યા કરી દેતા 3 દીકરીઓ નિરાધાર બની ગઈ છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

મહાવીર નગર ઝૂંપડપટ્ટીમાં છેલ્લા વીસેક દિવસથી ભાડે રહેતા અને રીક્ષા ચલાવતા રિફાક્ત અલી સૈયદ મૂળ કરજણના સાપા ગામનો છે. જેના લગ્ન બારેક વર્ષ પહેલાં નજમાબાનું સાથે થયા હતા. જે બાદ તેઓ ભરૂચની મારૂતિનગર સોસાયટીમાં રહેવા આવી ગયા હતા. લગ્નજીવનમાં દંપતીને 3 દીકરીઓનું સંતાન સુખ પ્રાપ્ત થયું હતું. પતિ રિફાક્ત પહેલાથી જ શંકી સ્વભાવનો હોય નજમાબાનુંને ઘરની બહાર નીકળવા કે કોઈની સાથે વાતચીત કરવા પર પાબંદી લગાવી દીધી હતી.

પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિ અવારનવાર મારઝૂડ પણ કરતો હોય ગત રમજાન માસમાં પત્નીને મારતા નઝમાબાનુંનો ભાઈ પોતાની ત્રણેય ભાણી અને બહેનને ઘરે લઈ ગયો હતો. જે બાદ દોઢ મહિના પહેલા જ સમજાવટ થતા પતિ રિફાક્ત પત્ની અને 3 દીકરીઓને ભરૂચ લઈ આવી છેલ્લા 20 દિવસથી મહાવીર નગર  ઝૂંપડપટ્ટીમાં ભાડે રહી બાજુમાં પોતાનું ઘર બનાવી રહ્યો હતો.

બુધવારે રીફકતે ફરી નજમાબાનું સાથે ચારિત્ર્યની શંકા રાખી રાતે ઝઘડો કર્યો હતો. જેમાં પત્નીના માથામાં પાવડો મારી પલંગમાં જ તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. માતાની હત્યા અંગે ભાણી એ મામા સીદીક સૈયદ રહે. રહાડપોરને જાણ કરતા તેઓ ભરૂચ દોડી આવતા પોતાની બહેનની પલંગમાં લોહીથી લથબથ હાલતમાં પડેલી લાશ જોઈ ચોંકી ઉઠ્યા હતા. એ ડિવિઝન પોલીસે પતિ રિફાક્ત સૈયદ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud