• ગુજરાતમાં સરકાર દ્વારા ઓનલાઈન ભરતી મેળામાં 76 હજાર લોકોને રોજગારી અપાઈ
  • રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 2.30 લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો
  • એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રૂ. 3 હજાર થી રૂ. 4500ના સ્ટાઇપેન્ડની જોગવાઇ કરવામાં આવી
  • 1034 વેબીનાર યોજી 1.40 લાખ ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું

WatchGujarat. રાજ્ય સરકારના શાસનનાં પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે સરકાર દ્વારા અને જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનું હેતુ રાજ્યના યુવાઓને રોજગારી પુરી પાડવાનો છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે કોરોના કાળમાં પણ વિકાસ કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેના નિમણૂંક પત્રો હવે અર્પણ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં 2.30 લાખથી વધુ યુવાનોએ લાભ મેળવ્યો છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ 24 ટકા એપ્રેન્ટિસ નોંધવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રૂ. 3 હજાર થી રૂ. 4500ના સ્ટાઇપેન્ડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં અન્ય રાજ્યોની સરખામણીમાં 26 ટકા જેટલા યુનિટનું એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન ગુજરાતમાં થયુ છે. જે ખૂબ જ મહત્વની બાબત છે.

મહત્વનું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતની રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17.5 લાખ, ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી. તમને જણાવી દઈએ કે આ પૈકી 5 હજાર 394 રોજગાર ભરતીમેળાના આયોજન થકી 10 લાખ 45 હજાર 924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-2020 માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2018’માં મહત્વની બાબત સામે આવી છે. આ આંકડા મુજબ 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે રહ્યું છે.

નોંધનીય બાબત છે કે પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15 થી 29 વર્ષની વયમર્યાદામાં થયેલા દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે 8.4 છે. તમને જણાવી દઈએ કે મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020માં આ રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વિગત સામે આવી છે.

ઉલ્લેખનીય છે રે સમયાંતરે રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા રોજગારીની તકો પુરી પાડવા માટે રોજગાર ભરતી મેળાઓનુ આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોના કાળમાં યુવાનો માટે રોજગારી કયા માધ્યમથી મેળવવી તે વિકટ સમસ્યા બની હતી. જેથી રાજ્ય સરકારે તેનો ઉકેલ લાવવા માટે ઓનલાઇન 1947 ભરતી મેળાઓ યોજી 76 હજાર 326 ઉમેદવારોને રોજગારી આપવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે 2020-21માં 1034 વેબીનાર યોજી 1 લાખ 39 હજાર 911 ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન પરુ પાડવામાં આવ્યું છે. જેના કારણે ગુજરાતમાં લાખો યુવાઓને રોજગારીની તકો મળી રહે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud