• દરિયા કિનારાવાળા સ્થળો પર ગરમીનો પ્રકોપ વધ્યો
  • કામ વગર ઘરની બહાર નહીં નિકળવા – હવામાન વિભાગની સલાહ

WatchGujarat રાજ્યભરમાં હાલ બેવડી ઋતુ ચાલી રહીં છે. તેવામાં આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૂર્યના પ્રકોપથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વઘી શકે તેવી શક્યાતા છે. સાથે જ 27 માર્ચ અને 28 માર્ચમાં ઉત્તર ગુજરતના બનાસકાંઠા અને સાબરકાંઠા તાલુકામાં હીટેવવી આગાહી છે. હવામાન વિભાગની હીટવેવની આગાહી પ્રમાણે દરિયા કિનારાવાળા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શખે છે.

સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે લોકો દરિયા કિનારવાળા વિસ્તારોમાં જવાનુ પસંદ કરતા હોય છે. પરંતુ આ વખતે દરિયા કિનારાવાળા સ્થો પર પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પોરબંદરનુ મહત્તમ તાપમાન 40 ડીગીર પર પહોંચ્યું છે. હવામાન વિભાગે હીટવેવની આગાહી કરતા સ્થાનિકોને કામ વગર ઘરની બહાર નહીં નિકળવા સલાહ આપી છે.

હાલ ચાલી રહેલી બેવડી ઋતુના કારણે શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેવડી ઋતુમાં શરદી, ઉધરસના વધી રહેલા દર્દીઓ ચિંતાનો વિષ્ય બન્યાં છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરી કામ વગર ઘરની બહાર નહીં નિકળવા લોકોને સલાહ આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud