વર્લ્ડ રિચેસ્ટ પર્સન, નોબલ પ્રાઈઝ વિજેતા અને એસ્ટ્રો ફિઝિશિયન : અનમોલના લાઈફમાં 3 ગોલ
ભરૂચની કવિન ઓફ એન્જલ્સમાં ધોરણ 8 માં અભ્યાસ કરતો અને ગુજરાતનો એક માત્ર શહેરનો સિલેક્ટ થયેલો 14 વર્ષીય બાળક કેબીસીમાં ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું
18 વર્ષે મળનારી રકમથી અનમોલ પેહલા હાઈ પાવર ટેલિસ્કોપ ખરીદશે
[caption id="attachment_34838" align="aligncenter" width="1046"] KBC[/caption]
WatchGujarat KBC ની 12મી સીઝનમાં જુનિયર તરીકે ભરૂચમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા 14 વર્ષના અનમોલ શાસ્ત્રીએ ભાગ લઇ ₹25 લાખની ધનરાશી જીતવા સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત લાખો લોકોના દિલ જીતી લીધા હતા. બિગ બીએ અનમોલને Mr. જિજ્ઞાસુનું નામ આપ્યું હતું.
ભરૂચના દહેજની રિલાયન્સ કંપનીના સેફટી ડિપા.માં કામ કરતા કર્મચારી અને મૂળ ઉજ્જૈનના એન્જીનીયર બ્રિજેશ શાસ્ત્રી થોડા વર્ષો પહેલા ઉજ્જૈનમાં શ્રી ઇન્ડસ્ટ્રીઝ બંધ થતાં પરિવાર સાથે ભરૂચમાં સ્થાયી થયા હતા. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી રિલાયન્સની સરયૂ કોલોનીમાં રહેતા બ્રિજેશ શાસ્ત્રીનો 14 વર્ષનો પુત્ર અનમોલ ધોરણ 8 માં કવિન ઓફ એન્જલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર અને અવકાશી ઘટનાઓ જાણવાનો જિજ્ઞાસુ અનમોલ શાસ્ત્રીની પોતાની યૂટ્યૂબ ચેનલ પણ છે.
કોન બનેગા કરોડપતિ ની 12 મી સીઝનમાં જુનિયર સ્પેશિયલમાં તેણે ભાગ લેતા મુંબઈ KBC માટે તેને બોલાવવામાં આવ્યો હતો. ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટ માં સૌથી ઓછા સમયમાં તેણે જવાબ આપતા તે KBC ની હોટ સીટ પર અમિતાભ બચ્ચન સામે ગેમમાં ભાગ લેવા બેઠો હતો. અનમોલ શાસ્ત્રીથી ખુદ અમિતાભ બચ્ચન પણ એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેને અનમોલ નામ સાથે Mr. જિજ્ઞાસુ ની ઉપાધિ આપી હતી. ₹50 લાખનો ક્રિકેટના સવાલનો જવાબ નહિ આવડતા અનમોલ એ ગેમ કવિટ કરતા ₹ 25 લાખની ધનરાશી જીતી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ઉજ્જૈનમાં પણ અનમોલની આ ઉપલબ્ધીના માનમાં યજ્ઞ , બેન્ડ બાજા સાથે મીઠાઈ પરિજનોએ વહેંચી હતી. રિલાયન્સ કંપની અને કોલોનીમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.
અનમોલ 18 વર્ષનો થશે ત્યારે તેને આ ₹25 લાખની ધનરાશી મળશે. જેમાંથી સૌપ્રથમ તેને એક હાઈ પાવર ટેલિસ્કોપ ખરીદવાની ઈચ્છા અમિતાભ બચ્ચન સમક્ષ પ્રગટ કરી હતી. 8 માં ધોરણમાં આભ્યાસ કરતા આણમોલ બાળકને બિગ બી એ આપકો ગો પ્રોફેસર હોના ચાહિયે કહી તેના જ્ઞાન અને બુદ્ધિ ને બિરદાવી હતી. અનમોલના જીવનના 3 ગોલ સાંભળીને પણ બિગ બી ચોકી ઉઠ્યા હતા. અનમોલના આદર્શ ડો. એપી જે અબ્દુલ કલામ અને સ્ટીફન છે. તેના 3 ગોલ માં પહેલો ગોલ નોબેલ પ્રાઈઝ જીતવાનો, બીજો ગોલ દુનિયાનો સૌથી ધનિક ઇન્સાન બનવાનો અને ત્રીજો ગોલ એસ્ટ્રો ફિઝિશિયન બનવાનો છે.
અનમોલ શાસ્ત્રીએ KBC માં બિગ બી સામે હોટસીટ પર બેસી બેબાકી પૂર્વક સવાલોના જવાબ આપી ભરૂચનું ગૌરવ વધાર્યું હતું. અનમોલે દરેક બાળકોને હમેશા તેમના મનમાં ઉદભવતા સવાલો ના જવાબો શોધતા રહેવા તેમજ જિજ્ઞાસુ બનવા સાથે પોતાનું જ્ઞાન સતત વધારતા રહેવાની સલાહ આપી હતી. તેમજ જીવનમાં જે ધ્યેય નક્કી કરી તે દિશા માં તેને સાકાર કરવા આગળ વધતા રહેવા કહ્યું હતું.
ભરૂચ સરયૂ એપાર્ટમેન્ટમાં પિતા બ્રિજેશ શાસ્ત્રીએ પુત્ર પર ગૌરવ વ્યક્ત કર્યો હતો અને સદીના મહાનાયક અમિતાભ બરચન સાથેની મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી.
More #KBC #Participant #Anmol Shastri #14Year boy #Mr. જિજ્ઞાસુ #Sh.Amitabh bachchan #Bharuch News