• કાંગાશીયાળી ભાજપના 10 લોકોએ બુથ કેપચરીંગ કરી બોગસ મતદાન કર્યુ હોવાના AAPના આક્ષેપ
  • મતદાન દરમિયાન આટકોટની કન્યા શાળામાં સહિતનાં કેટલાક સ્થળોએ EVM ખરાબ થતા તરત જ બદલી નાખવામાં આવ્યા હતા

WatchGujarat જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે.જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આજે સવારના 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર કુલ 586 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ગોંડલ નગરપાલિકામાં 53.18% મતદાન થયું છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 63.30%, મતદાન થયું છે. તો તાલુકા પંચાયતમાં 63.65% મતદાન નોંધાયું છે. તો કાંગાશીયાળીમાં ભાજપે બુથ કેપચરિંગ કર્યાનો ‘આપ’ દ્વારા આક્ષેપ કરાયો છે.

રાજકોટની 11 તાલુકા પંચાયતમાં થયેલું મતદાન

રાજકોટ-71.15%

કોટડાસાંગાણી-65.06%

લોધિકા-70.72%

પડધરી-69.58%

ગોંડલ-57.60%

જેતપુર-62.50%

ધોરાજી-60.82%

ઉપલેટા-58.62%

જામકંડોરણા-61.14%

જસદણ-62.73%

વિંછીયા-62.60%

કાંગશીયાળી ખાતે ભાજપના 10 લોકોએ બુથ કેપ્ચર કરી, કરાવ્યું બોગસ મતદાન

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે. જેમાં કાંગશીયાળી ખાતે ભાજપના માણસોએ મતદાન મથકની અંદર પ્રવેશ કરી બોગસ મતદાન કરાવ્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આપના પ્રવક્તા અજિતભાઈ લોખીલે જણાવ્યું હતું કે, કાંગસીયાળી બૂથમાં ભાજપના 10 લોકોએ બુથ કેપ્ચર કરીને બોગસ વોટિંગ કર્યું હતું અને આપના રમેશ પરમાર નામના કાર્યકરને ધમકી પણ આપવામાં આવી હતી. ​​જેનાં પુરાવા રૂપે બૂથમાં નિયુક્ત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓએ પણ વિડીયોમાં સાક્ષી પુરાવી હતી. જો કે આ મામલે હજુસુધી કોઈ ફરિયાદ કરવામાં આવી ન હોવાનું પણ તેમણે કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન આટકોટની કન્યા શાળામાં સહિતનાં કેટલાક સ્થળોએ EVM ખરાબ થતા તરત જ બદલી નાખવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં જેતપુરમાં ચૂંટણીમાં ફરજ પર હાજર ન થતા 4 કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ થયું છે. ગઇકાલે ચારેય સરકારી કર્મચારીઓને ફરજ પર હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાજર ન થતા ધરપકડનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. છેલ્લી કલાકોમાં ગોંડલનાં રાજવી તેમજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. હાલ EVM સીલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી બીજી માર્ચના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud