ગુજરાતમાં વરસાદના પગલે NDRFની 20 ટીમો તૈનાત
NDRF ની વધુ 5 ટીમો પંજાબ અને અન્ય વિસ્તારમાંથી ગુજરાત આવી ચુકી
સૌરાષ્ટ્રમાં 15 ટીમો કામગીરી કરી રહી છે
WatchGujarat. ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ચુક્યો છે જેના ભાગ રૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.તેમજ ઠેર ઠેર પાણીના ધસમસતા પ્રવાહો વહી રહ્યા છે.અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરી રહ્યા છે અને લોકોના ઘરોમાં રહેવાના ફાંફા પડી રહ્યા છે.ચોમાસાની બીજી ઇનિંગમાં ભારે વરસાદના પગલે રાજ્યમાં કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થતિ સર્જાઈ છે. તાજેતરમાં હવામાંન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.જેના પગલે NDRF ટીમે તૈયારીઓ હાથ ધરી છે. હવામાન વિભાગની ભારે વરસાદના આગાહીના પગલે NDRF ટીમો લોકોને બચાવવા માટે તૈયાર થઇ ગઈ છે. તેમજ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર હોવાની વિગતો NDRF ના ડેપ્યુટી કમાન્ડર રણવિજયસિંહ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદના પગલે NDRFની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે .તેમજ ગાંધીનગર અને વડોદરામાં એક એક ટીમો સ્ટેન્ડબાય કરવામાં આવી છે.NDRF દ્વારા રાજકોટ ને સૌરાષ્ટમાં અત્યાર સુધીમાં સફળતા પૂર્વક સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે.ગુજરાતની 15 ટીમો ઉપરાંત NDRF ની વધુ 5 ટીમો પંજાબ અને અન્ય વિસ્તારમાંથી ગુજરાત આવી ચુકી છે .જે 5 ટીમોને રાજકોટ, પોરબંદર અને અન્ય વિસ્તારમાં મોકલી દેવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં 15 ટીમો કામગીરી કરી રહી છે અને અત્યાર સુધીમાં પણ ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેટલાય ગામ એવા છે કે જે પાણીમાં ડૂબી ચુક્યા છે. અને ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળ પર લઇ જવાનું કામ NDRF ના જવાનોએ કર્યું છે.સાથે જ તેમની મદદ માટે પોલીસ જવાનો પણ જોડાયા હતા.અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ ટીમો તૈનાત છે.જેમાં 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.અને જ્યાં પણ જરૂરિયાત હશે તે વિસ્તારોમાં NDRF ના જવાનો મદદ કરવા પહોંચી જશે.જેમાં નાવડીની મદદથી, રસ્સાની મદદથી લોકોને બચાવવામાં આવશે તેમજ રેસ્ક્યુ કરીને લોકોને જે તે સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવશે.વધુમાં જણાવતા વિવિધ સ્થળો પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તેના પરથી તારણ નીકળે છે આજે પણ અતિશય વરસાદ પડવાની આગાહી છે.
ડેપ્યુટી કમાન્ડર રણવિજયસિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 20 ટીમો છે જેમાંથી 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. એક ટીમ ગાંધીનગર અને એક ટીમ વડોદરામાં રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 39 લોકોને રેસ્ક્યુ કરીને બીજે સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને અગાઉની પણ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.