• શાળાએ ન આવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો ચાલુ રાખવાના રહેશે
  • ઓફલાઈન અને ઓનલાઈન બંને વર્ગો ચાલુ રહેશે
  • રમતગમત અને ઉત્સવની ઉજવણી પર પ્રતિબંધ

WatchGujarat. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો ઘટતાં સરકાર દ્વારા સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણને મંજૂરી આપવામાં આવી છે. આજે 15મી જુલાઈથી ધોરણ 12 અને કોલેજોના ઓફલાઈન વર્ગો શરૂ થશે. જેમાં સ્કૂલો વર્ગખંડના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઓફલાઈન વર્ગો શરૂ કરી શકશે. 50 ટકાની ક્ષમતા પ્રમાણે ઓલ્ટરનેટ દિવસે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે.

સ્કુલો શરૂ કરવાની મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં ખૂશીની લહેર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્ગો શરૂ કરવા માટે સ્કુલ સંચાલકોએ ઓફલાઈન શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના વાલીઓની મંજૂરી મેળવવી ફરજીયાત છે. તેમજ સ્કુલે આવવા ન માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો પણ ચાલુ રાખવાના રહેશે. આમ હવેથી સ્કુલોમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું શિક્ષણ ચાલું રહેશે.

શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આગાઉથી જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે ઓફલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. જેમાં ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાડવવું તેમજ શાળાઓએ વર્ગોને નિયમિત રીતે સેનેટાઈઝ કરવાના રહેશે. જોકે શાળામાં પ્રાર્થના સભા, ઉત્સવ આયોજન, અને કોઈપણ પ્રકારની ઉજવણી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળામાં રમતગમત અને નાસ્તા કે જમવાની વ્યવસ્થા રાખવામાં નહીં આવે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud