• 12 માળની શિવધારા રેસીડેન્સીના એલિવેશનમાં આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી.
  • આગના બનાવની જાણ થતા ફાયર બ્રીગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી
  • ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

WatchGujarat. સુરતના મોટા વરાછા મહારાજા ફાર્મ પાછળ આવેલી 12 માળની શિવધારા રેસીડેન્સીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળતા ભયના માર્યા રહીશો બિલ્ડીંગની બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી

સુરતના મોટા વરાછા સ્થિત મહારાજા ફાર્મ પાછળ 12 માળની શિવધારા રેસીડેન્સી નામની બિલ્ડીંગ આવી છે. આ બિલ્ડીંગના સાંજના સમયે અચાનક આગ લાગી હતી. અપાર્ટમેન્ટમાં આગ લાગતા રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રહીશો બુમાબુમ કરી અપાર્ટમેન્ટની બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ બિલ્ડીંગમાં આગ પ્રસરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અને આગના કારણે ધુમાડો એપાર્ટમેન્ટમાં પણ ફેલાઈ ગયો હતો

બિલ્ડીંગની બહાર એલિવેશનમાં લાગી હતી આગ

બિલ્ડીંગમાં આગ લાગતા રહીશો ભયના માર્યા બિલ્ડીંગ બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી બનાવની ગંભીરતા જોઈ ફાયરની 6 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. ફાયર ઓફિસરોએ જણાવ્યું હતું કે બિલ્ડીંગની બહાર એલિવેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તેમજ સમગ્ર બિલ્ડીંગમાં જઇને તપાસ પણ કરવામાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં આગ પર કાબુ ફાયરના જવાનોએ મેળવી લીધો હતો.

સદનસીબે કોઈ જાનહાની નહીં

બિલ્ડીંગમાં આગ લાગતા રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગયી હતી. પરંતુ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લેતા રહીશોએ રાહતનો દમ લીધો હતો અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud