• વડોદરા નજીકા ડભોઇ જિલ્લામાંથી ઝડપાયા ડિગ્રી વિનાના મુન્નાભાઇ
  • છેલ્લા ઘણા સમયથી ડોકટરી પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા.
  • DCMS (Diploma in Community Medical Services & Essential Drugs)
  • BAMS (Bachelor In Ayurvedic Medicine & Surgery)

WatchGujarat. શહેરની આસપાસના નાના ગામોમાં વગર ડિગ્રીના તબીબો ક્લિનિક ખોલી પોતાને ડોકટર કહેવડાવી છેલ્લા કેટલાક સમયથી લોકોના સ્વસ્થ્ય સાથે ચેડા કરતા હોવાના વધુ બે કિસ્સા સામે આવ્યાં હતા. જેમાં ડભોઇ ખાતે ડિગ્રી વિનાના બે વ્યક્તિઓ લાંબા સમયથી ડોકટર તરીકેની પ્રેક્ટિસ કરતા પોલીસના હાથે ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા વડદોરા પોલીસની પી.સી.બી શાખાએ નંદેસરી ખાતેથી આવા જ એક મુન્નાભાઇને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ડભોઇ પોલીસન બાતમી મળી હતી કે, ટાઉનમાં આવેલા હીરાજીના ટેકરા પર સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખ છેલ્લા ઘણા સમયથી (DCMS) લખી ક્લિનિક ખોલી લોકોને દવાઓ આપી તેમની સારવાર કરી રહ્યો છે. જોકે આ તબીબ પાસે કોઇ પણ ડોકટરની ડિગ્રી નહીં હોવા છતાં ડોકટર બની લોકોના સ્વસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ડભોઇના હેલ્થ ઓફીસર અને તેમની ટીમને સાથે રાખી હીરાજીના ટેકરા પર આવેલા બોગસ ડોકટરના ક્લિનિક ઉપર રેઇડ કરી હતી. જેમાં સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખની પુછતાછ કરતા તેની પાસે ડોકટરની કોઇ ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સીલ તેમજ ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલની કોઇ માન્યતા વાળુ પ્રમાણપત્ર પણ ન હોવાનુ જાણવા મળ્યું હતુ. તથા સુભાનસાહેબ મસ્તાનસાહેબ શેખ માત્ર ધો.10 સુધી અભ્યાસ કર્યો હોવાની હકીકત જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

જ્યારે બીજા બોગસ ડોકટરની વિગત એવી છે કે, જિલ્લા એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે, ડભોઇ ટાઉનમાં નગર પાલિકાના શોપીંગ સેન્ટરના બીજા માળે  ડિગ્રી વગર ડો. એસ. વિશ્વાસ (BAMS) લખી દવાખાનુ ખોલી બેઠો છે. જેથી પોલીસ મેડિકલ ઓફીસરની ટીમને સાથે રાખી આ બોગસ ડોકટરના ક્લિનિક પર પહોંચી હતી. જ્યાં ડિગ્રી વિનાના શંકર હર્ષીત વિશ્વાસની મેડિકલ ઓફીસરે પુછપરછ કરી તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલ તેમજ ઇન્ડિયલ મેડિકલ કાઉન્સીલમાં નોંધાણીનુ પ્રમાણ પત્ર છે કે કેમ તે બાબતે પુછતા કશુ મળી આવ્યું ન હતુ. તેમજ શંકર વિશ્વાસ તેના વતન વેસ્ટ બંગલા ખાતે ધો. 12 સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ.

આમ પોલીસે ડભોઇ ટાઉનમાંથી બે ડિગ્રી વગરના બોગસ તબીબોની ધરપકડ કરી તેમની વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud