• 4 રાજ્યોમાં 13 ટ્રેનો એક ચલણી સિક્કાથી ઉભી કરી દઈ લૂંટી લાખોની મત્તા
  • હરિયાણાની ટોળકીના 4 લૂંટારું ગ્રીન સિગ્નલને રેડ કરી 1 રૂપિયાના સિક્કાના જોરે ખેલતા લૂંટનો ખેલ
  • વડોદરા રેલવે ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ₹13.87 લાખના મુદ્દામાલ સાથે કરી ધરપકડ
  • હરિયાણાથી ગાડી લઈ આવી હાઇવે નજીક આવેલા ફાટકના ટ્રેકમાં સિક્કો ફસાવીને રેડ સિગ્નલ ઓન કરી દેતા, ત્યાર પછી ટ્રેન લૂંટતા
Gujarat, Vadodara Railway Police
Gujarat, Vadodara Railway Police

WatchGujarat. વિકાસની નવી રફતારો સર કરી દેશની આર્થિક લાઈફલાઈન ભારતીય રેલ જ્યાં આગળ વધી રહી છે ત્યાં માત્ર 1 સિક્કાના જોરે ગ્રીન સિગ્નલ રેડ કરી ટ્રેનો થોભાવી લૂંટ ચલાવતી હરિયાણાની ટોળકીના 4 સાગરીતોને વડોદરા રેલવે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી 4 રાજ્યોમાં 1 કોઈનના જોરે 13 ટ્રેનો અટકાવી ચલાવેલી લૂંટના ગુના ડિટેકટ કર્યા છે.

ભરૂચના વરેડિયા રેલવે સ્ટેશન નજીક ગત 19 જૂને મધરાતે અવંતિકા અને મૈસુર ટ્રેનને સિગ્નલ ફેઈલ કરી અટકાવી લૂંટ ચલવાઈ હતી. આવી 6 ઘટનાઓ ગુજરાતમાં પ્રકાશમાં આવતા વડોદરા રેલવે ક્રાઈમ બ્રાન્ચ અને ભરૂચ GRP સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી.

Railway Track CCTV
Railway Track CCTV

ટેકનીકલ ટીમની મદદથી તથા હ્યુમન સોર્સથી ચોકક્સ બાતમી મેળવી આ ગુનો આચરનાર શકદાર ઈસમો ગુનો આચરી હરીયાણાના ટોહના , ફતેહાબાદ ખાતે મુદ્દામાલ સાથે ભાગી ગયેલ હોવાની હકિકત બહાર આવી હતી. રેલવે પોલીસે સંયુકત ટીમ બનાવી તાત્કાલીક હરીયાણા ખાતે મોકલી હતી

ટીમના પોલીસ કર્મચારીઓએ ત્યાંના સ્થાનિક રહિશોના પહેરવેશ મુજબ માથાપર ગમચા બાંધી ત્યાંનો વેશ ધારણ કરી શકદારોના રહેઠાણ વિસ્તારમાં તથા મળી આવવાના સંભવિત સ્થળોએ 2 દિવસ તથા રાત્રી દરમ્યાન સતત વૉચ રાખી હતી. પંજાબ હરીયાણા રોડ ઉપર આવેલ બંઘ પેટ્રોલ પંપની પાસે સ્થાનિક પોલીસની મદદ મેળવી રેઈડ કરતાં 4 લૂંટારૂઓને ₹13.87 લાખના લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

Railway Track
Railway Track

ટોલ ટેકસ ઉપર ફાસ્ટેગ દ્વારા ટ્રેક રેકોર્ડ મળ્યો

ટોલ ટેક્સ અને કારના ફાસ્ટેગના માધ્યમથી રેલવે પોલીસે એ વ્યક્તિનો મોબાઇલ નંબર ટ્રેક કર્યો, જે નંબર પર ફાસ્ટેગ રજિસ્ટર્ડ હતું. આ વ્યક્તિનું નામ દીપક હતું અને તે હરિયાણાનો હતો. દીપક ગાડી ચલાવતો હતો. વળીં, અન્ય સાથી સોની, રાહુલ અને છોટૂ ટ્રેનોમાં ચઢીને લૂંટ કરતા હતા.

1 સિક્કાની મદદથી કરોડોની ટ્રેન અટકાવી લૂંટ ચલાવતા ઝડપાયેલા લૂંટારુઓ

– રાહુલ ચેનારામ ઘારા ઉવ 26

– દિપક મહેન્દ્રસિંહ ઉવ 28

– સુખબીર ઉર્ફે છોટું મહેન્દ્ર દલાવારા ઉવ 22

– સન્ની ઉર્ફ સોની પુરણ ફુલ્લા ઉવ 30

તમામ રહે . ટોહના જી . ફતેહાબાદ હરીયાણા

Railway CCTV
Railway CCTV

AC કોચમાં ઘૂસીને મુસાફરોનો લુટેલો  ₹13.87 લાખનો મુદ્દામાલ કબ્જે

આરોપીઓ પાસેથી 21 તોલા સોનુ, 5 તોલા ચાંદી, ₹10 હજારની કિંમતની કાંડા ઘડિયાળો, 11920 રોકડા, 3 મોબાઈલ, 1 સ્વીફ્ટ ડિઝાયર કાર મળી 13.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

4 રાજ્યોમાં ગુજરાતના ભરૂચમાં જ સિક્કાથી સિગ્નલ બ્રેક કરી 4 ટ્રેન લૂંટી

હરિયાણાની આ ટોળકી એ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં રાતે 1 થી 3 કલાકના સમયગાળામાં લાંબા અંતરની અને ખાસ કરીને સંપૂર્ણ AC એવી 13 ટ્રેનોને 1 કોઈનથી સિગ્નલ બ્રેક કરી અટકાવી લૂંટ ચલાવી હતી. જેમાં ભરૂચ રેલવેની હદ વિસ્તારમાં જ 4 ટ્રેન લૂંટી હોવાની કબૂલાત કરી છે.

રેલવેની સિગ્નલ સેફટી સિસ્ટમ જ લૂંટારુઓ માટે બની સહાયક

રેલ્વે સ્ટેશનના પહેલા ટ્રેક પર એક સર્કિટ હોય છે જેને ટ્રેક સર્કિટ કહેવામાં આવે છે. આ સિગ્નલિંગ માટે હોય છે. આનું મુખ્ય કાર્ય રેલવે ટ્રેક પર કોઈ વિઘ્ન નથી અને ટ્રેક સેફ છે તે ચકાસવાનું છે. જો ટ્રેક સેફ હોય તો સિગ્નલ ગ્રીન થઈ જાય છે અને જો ફોલ્ટ હશે તો રેડ થઈ જાય છે. જો સિગ્નલ રેડ થાય તો ડ્રાઇવર તાત્કાલિક ધોરણે ટ્રેન રોકી દે છે. આ ઘટના પછી ફરીથી ટ્રેનની સફર શરૂ કરવા માટે 15 થી 20 મિનિટનો સમય લાગે છે. ટ્રેક સર્કિટના ગેપમાં જ આ સિક્કો મૂકી ગ્રીન સિગ્નલ ને રેડ કરી દેવાતું હતું.

Vadodara Railway police Caught Gang
Vadodara Railway police Caught Gang

સિક્કાની સહાયતાથી સિગ્નલ કરાતો બ્રેક , ગ્રીન સિગ્નલ રેડ થતા જ ટ્રેન રોકી કેવી રીતે કરાતી લૂંટ જાણો

ટોળકી માત્ર લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનોને નિશાન બનાવતી હતી. દરેક રેલવે ક્રોસિંગ પર આવેલા ટ્રેક્સ પર બેરિકેડ હોય છે. અહીંયા લોખંડનો સળિયો અથવા રૂપિયાનો સિક્કો નાંખવામાં આવે તો સિગ્નલ RED થઈ જાય છે.

હાઈવે નજીક જ્યાં રેલવે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી હોતા નથી, ત્યાં આરોપીની ગેંગ પહોંચી જતી હતી. ત્યાર પછી રેડ સિગ્નલ કરીને ટ્રેનને રોકી દેતા હતા. 15 થી 20 મિનિટમાં સિગ્નલ ફરી ગ્રીન ન થાય ત્યાં સુધીમાં આ ટોળકી AC કોચમાં લૂંટ મચાવી ગાડીમાં બેસી હાઇવે પરથી ફરાર થઈ જતી હતી.

સ્ટેશન આઉટર સિગ્નનલ પોઇન્ટ પર ટ્રેક વચ્ચે સિક્કો ફસાવી સિગ્નલ સિસ્ટમ કરાતી ફેઈલ

રેલવે સ્ટેશન નજીક સ્ટેશના આઉટર હોમસિગ્નલના ટ્રેકના પોઇંટ ઉપર ઓટોમેટિક બ્લોક સ્માર્ટ સિગ્નલની સર્કિટ ટ્રેકના 2 જોઈન્ટ પાસે હોય છે. જે પોઇન્ટ ઉપર રૂપિયાનો સિકકો મુકતા સર્કિટ બ્રેક થવાથી સિગ્નલ રેડ કરી દેવાતો હતો. જે બાદ એન્ગલ કોક બંઘ કરી ટ્રેન ઉભી રહેતા જ લૂંટનો ખેલ ખેલાતો હતો.

ઉલ્લેખનીય છે કે, રેલ્વે ટ્રેકની નજીક બ્લોક્સ હોય છે. અહીં કોઈ સળિયો અથવા સિક્કો દાખલ થતાંની સાથે જ સિગ્નલ લાલ થઈ જાય છે. ખાસ વાત એ છે કે, આ માહિતી ફક્ત રેલ્વેના તકનીકી વ્યક્તિને જ ઉપલબ્ધ હોય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud