સાંઈલીલા મોલમાં ચાલતામાં ધ લક્ઝરી એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટરમાં રેડ કરી
સ્પાની આડમાં અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી સેકસ રેકેટ ચલાવતા મેનેજર નીલકુમાર પ્રનેશ અને હાઉસ કીપર મોહમ્મદ ગઝાલીની ધરપકડ
વર્ષ 2019માં પોલીસે આ સ્પામાં રેડ કરી પર્દાફાશ કર્યો હતો
WatchGujarat. વલસાડના ધરમપુર રોડ પર આવેલા સાંઈ લીલા મોલમાં ફરી એક વખત દેહવ્યાપારનું મોટું રેકેટ ઝડપાયું છે. વલસાડ જિલ્લા પોલીસવડાને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે આ સાંઈલીલા મોલમાં ચાલતામાં ધ લક્ઝરી એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટરમાં રેડ કરી હતી. દરમિયાન પોલીસે આ સ્પા ની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં સ્પાની આડમાં અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી સેકસ રેકેટ ચલાવતા મેનેજર નીલકુમાર પ્રનેશ અને હાઉસ કીપર મોહમ્મદ ગઝાલીની ધરપકડ કરી હતી. સાથે જ સ્પામાં રંગરેલિયા મનાવવા આવેલ ગ્રાહક એવા વાપીના એક મોટા ઘરના નબીરાને રંગેહાથ ઝડપી પાડયો હતો. પોલીસની કાર્યવાહીમાં ચાર યુવતીઓ પણ ઝડપાઈ હતી. #Luxury Spa
વર્ષ 2019માં પણ પોલીસે આ સ્પામાં રેડ કરી હતી અને ત્યારે પણ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્યાર બાદ સ્પાને બંધ કરાવી દીધું હતુ. તે વખતે પણ આ સેક્સ રેકેટની મુખ્ય સૂત્રધાર એવી મુંબઈની પૂનમ જૈન નામની મહિલાનું નામ ખૂલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધી હતી. પરંતુ ત્યાર બાદ મહિલા જામીન પર મુક્ત થઈ હતી. #Luxury Spa
જોકે પૂનમ જૈને ફરી એક વખત નામ બદલીને આ સેક્સ રેકેટ સરું કર્યું હતું. અને અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી અને આ દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી હતી. જોકે બુધવારે પોલીસની કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી અને સ્પાની સંચાલિકા પૂનમ જૈન મળી આવી નહીં હતી. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી અને તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. એક વખત પોલીસના હાથે ઝડપાયા બાદ જામીન પર છૂટી ફરી એક વખત પૂનમ જૈને સેક્સ રેકેટ ચલાવતી હોવાનો પર્દાફાશ થતાં આરોપી પૂનમ જૈનના જામીન રદ કરી તેની ધરપકડ કરી આ કેસમાં ગાળિયો મજબૂત કરવા વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. #Luxury Spa
એલસીબી પોલીસે પાડેલા દરોડામાં સ્પામાં મેનેજર તરીકે કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે આ સ્પામાંથી 2 સિક્કીમ અને 2 મુંબઇની યુવતીને પકડી પાડી હતી. જોકે યુવતીઓનું નિવેદન લઇ પોલીસે તેમને મુક્ત કરી ઝડપાયેલા આરોપીઓ વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
More #Valsad #Sailila mall #The luxuryEscape #spa #police #raid #Watchgujarat