દરવર્ષે સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી ડિસેમ્બરના બીજા પખવાડિયા વચ્ચે ત્રણ મહિના માટે યોજાતી ઇવેન્ટ
રાજ્યોના રમતગમત વિભાગોની વીડિયો કોન્ફરન્સમાં એકબીજાને સ્પર્શ ના થાય તેવી એથ્લેટિક્સ પ્રતિયોગિતા યોજવા સૂચન થયું હતું.
રૂ. 70 લાખના ખર્ચે દરેક જિલ્લામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નિવૃત્ત સ્પોર્ટ્સમેન નિયુક્ત કરી માર્ગદર્શન સેન્ટર સ્થાપવાની યોજના
રૂ. 310 લાખના ખર્ચે 500 જેટલા ગામોમાં ગામપંચાયતના સહયોગથી રમતના મેદાન તૈયાર કરવા
જામનગર ખાતે રૂ. 50 લાખના ખર્ચે 3,600 ચોરસમીટર જમીન ઉપર સ્પોર્ટ્સ મ્યુઝિયમ ઊભું કરવાની યોજના
ગાંધીનગર.રાજ્ય સરકાર પ્રેરિત ખેલ મહાકુંભને કોરોના મહામારી નડી રહી છે, જેને કારણે રાજ્યનો આ ર્વાિષક રમતોત્સવ આ વર્ષે યોજાવાની શક્યતા નથી. દરવર્ષે સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી ડિસેમ્બરના બીજા પખવાડિયા વચ્ચે ત્રણ મહિના માટે યોજાતી ઇવેન્ટમાં ભાગ લેવા ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મોટાભાગે જુલાઈ અંત કે ઓગસ્ટના પ્રારંભથી શરૂ થાય છે, જે આ વર્ષે લોકડાઉનને કારણે હજી શરૂ જ થઈ શકી નથી. ટોચના સૂત્રો એવું કહે છે કે, ‘અમે તો કેન્દ્રની ગાઇડલાઇનની રાહ જોઈએ છીએ, કેન્દ્ર પરમિશન આપશે તો યોજીશું, બાકી હાલના તબક્કે ખેલ મહાકુંભ એજન્ડા ઉપર નથી.’ આ ઇવેન્ટ નહીં યોજાય તો આર્થિક તંગીના માહોલમાં ખેલ મહાકુંભ પાછળ ખર્ચાતા રાજ્ય સરકારના રૂ. 40-50 કરોડ બચી જશે.
મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ ઓલિમ્પિક જ્યારે કોવિડ-19ની સ્થિતિમાં રદ થઈ હોય ત્યારે ખેલ મહાકુંભ ના યોજાય તે સ્વાભાવિક છે. ગત વર્ષે 19મી સપ્ટેમ્બરે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન અને 22મી ડિસેમ્બરે સમાપન થયું હતું. જોકે તાજેતરમાં કેન્દ્ર સરકારે બધા રાજ્યોના રમતગમત વિભાગોની વીડિયો કોન્ફરન્સ યોજી ત્યારે કોરોનાની સ્થિતિમાં એકબીજાને સ્પર્શ ના થાય તેવી એથ્લેટિક્સ પ્રતિયોગિતા યોજવા સૂચન થયું હતું.
ખેલમહાકુંભ યોજવાની શક્યતા ધૂંધળી બનતાં રાજ્યના રમતગમત વિભાગે બજેટમાં મંજૂર થયેલી યોજનાઓ સમયસર પૂરી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં યુવા વર્ગને રમતગમત પ્રત્યે જાગ્રત કરવા માટે રૂ. 70 લાખના ખર્ચે રાજ્યના રમતવીરોનો સંદેશ બનાવી તે મોબાઇલ ઉપર વહેતો કરવાની યોજના, રૂ. 70 લાખના ખર્ચે દરેક જિલ્લામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે નિવૃત્ત સ્પોર્ટ્સમેન નિયુક્ત કરી માર્ગદર્શન સેન્ટર સ્થાપવાની યોજના, રૂ. 310 લાખના ખર્ચે 500 જેટલા ગામોમાં ગામપંચાયતના સહયોગથી રમતના મેદાન તૈયાર કરવા તેમજ જામનગર ખાતે રૂ. 50 લાખના ખર્ચે 3,600 ચોરસમીટર જમીન ઉપર સ્પોર્ટ્સ મ્યુઝિયમ ઊભું કરવાની યોજના સામેલ છે.