• પુણા, લીંબાયત, પર્વતગામમાંથી પસાર થતી ખાડી ઓવરફલો થાય છે અને ખાડીનું દુર્ગંધ મારતું પાણી લોકોના ઘર સુધી પહોંચે છે
  • પુણા પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાડીની સાફ સફાઈ મુદ્દે હવે રાજકારણ ગરમાયું
  • છેલ્લા 4 દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો ખાડી કિનારે પહોંચી સાફ સફાઈ કરવે છે

WatchGujarat. સુરતના પુણા વિસ્તારમાં આવેલી ખાડીની સાફ સફાઈ મામલે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 4 દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો ખાડીની સફાઈ કરી રહ્યા છે. દરમ્યાન આજે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ ખાડીની બહાર મેયર, ડે,મેયર અને સાશક પક્ષના નેતાનો ફોટો લગાવ્યો હતો. અને તેની નીચે ગોબરદાસ લખ્યું હતું.

સુરતમાં દર વર્ષે ચોમાસા દરમ્યાન ખાડી પુરની સમસ્યા સર્જાઈ છે. પુણા, લીંબાયત, પર્વતગામમાંથી પસાર થતી ખાડી ઓવરફલો થાય છે અને ખાડીનું દુર્ગંધ મારતું પાણી લોકોના ઘર સુધી પહોંચે છે. પરંતુ હવે સુરતમાં ખાડીને લઈને પણ રાજનીતિ થઇ રહી છે. સુરતના પુણા પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાડીની સાફ સફાઈ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. આ ખાડીની સફાઈ મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ સંકલન મીટીંગમાં રજુઆતો કરી હતી. પરંતુ ખાડીની કોઈ સાફ સફાઈ કરવામાં ન આવી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે.અને છેલ્લા 4 દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો ખાડી કિનારે પહોચે અને ખાડીમાં નાવડી ઉતારી તેમજ જેસીબી મશીનથી ખાડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે.

મેયર, ડે મેયર અને શાસક પક્ષના ફોટા સાથે ગોબરદાસ લખાણ લખાયું

આમ આદમી પાર્ટીએ ખાડીને લઈને હવે વિરોધ પણ નોંધાવ્યો છે. ખાડી કિનારે આમ આદમી પાર્ટીએ મેયર હેમાલીબેન બોઘાવાલા, ડે. મેયર દિનેશ જોધાણી અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂતનો ફોટો લગાવ્યો હતો. અને ફોટા નીચે ગોબરદાસ લખાણ લખાયું હતું. આ રીતે ખાડીમાં ફોટો લગાવી આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. અને હવે સુરતમાં લોકોની સમસ્યા હલ કરવાને બદલે ખાડી પર રાજકારણ થઇ રહ્યું હોવાની ચર્ચાઓ ઉઠી છે.

એક કાયરતની નિશાની છે. અને તેના ભાગરૂપે અહી ફોટા લગાવ્યા છે વિરોધ પક્ષ નેતા

વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ખાડીની સમસ્યાને લઈને ચોથા દિવસે પણ સફાઈ અભિયાન શરુ છે. લોકભાગીદારીથી આજે જેસીબી મશીન લાવી સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ખાડી સાફ સફાઈમાં આમ પાર્ટીના તમામ કાર્યકરો જોડાયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ખાડી સાફ સફાઈ કરાવવાની જેની જવાબદારીઓ છે તેવા મનપાના સતાધીશો તેઓની જવાબદારીઓ ભૂલી ગયા છે. અને તેઓની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા છે. અને આ એક કાયરતની નિશાની છે. અને તેના ભાગરૂપે અહી ખાડી કિનારે ફોટા લગાવવામાં આવ્યા છે. સ્માર્ટસીટીની મોટી મોટી વાતો કરતા ભાજપના નેતાઓને બતાવવાનું છે કે આ ખાડી સાફ સફાઈ કરવાની જવાબદારીઓ તમારી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud