• ભારત સ્થિત હાઈકમિશ્નર ગ્રેસ અકેલોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
  • ઇજનેરી કૌશલ્ય કમાલ એક પવિત્ર સ્થળનો અહેસાસ થયો
  • આઝાદી માટેના સંઘર્ષ અને સ્વતંત્ર એકીકૃત ભારત પાસેથી યુગાન્ડા ઘણું શીખ્યું છે

WatchGujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની યુગાન્ડાના ભારત સ્થિત હાઈકમિશ્નર ગ્રેસ અકેલોએ પોતાના પરિવાર સાથે મુલાકાત લીધી હતી. અવિકસિત કેવડિયાને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવી દેવા બદલ તેમને સરાહના કરી લોખંડી પુરૂષ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્થળને પ્રેરણાત્મક અને અભ્યાસનું કેન્દ્ર ગણાવ્યું હતું.

SOU ઉપર શનિવારે પરિવાર સાથે યુગાન્ડાના એમ્બેસેડર ગ્રેસ અકેલો મુલાકાત માટે આવી પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર દ્વારા તેમને ઈંગ્લીશ ગાઇડ સાથે વિવિધ પોઈંટો પર ફેરવવામાં આવ્યા હતાં. વિશ્વની વિરાટ પ્રતિમા નિર્માણના ઇતિહાસથી લઇ 182 મીટરની ઉંચી પ્રતિમા બનાવવામાં ઇજનેરી કૌશલ્ય ની પણ વાત કહી તેઓ બોલી ઉઠ્યા હતા કે ઓસમ, ઇજનેરી કૌશલ્ય કમાલ એક પવિત્ર સ્થળનો અહેસાસ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ને આખું વિશ્વ ઓળખે છે. આ સ્થળ થી તેમનું સાચું સન્માન છે.

રિપબ્લિક ઓફ યુગાન્ડા સરકાર વતી તેઓના કરાયેલા સન્માન બદલ તેમણે આભરની લાગણી વ્યક્ત કરી હતી. SOU વિશે તેમણે દિલથી કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આર્યન મેન સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતીક છે. જેમણે વિશાલ ભારતને એક તાંતણે જોડી એકજુથ કર્યો. જે આઝાદીની લડત લડનાર સ્વપ્નદ્રષ્ટા છે. યુગાન્ડાએ તેનાં સ્વતંત્રતા પછીનાં સમયમાં એકીકૃત ભારત પાસેથી ઘણું શીખ્યું છે, આઝાદી પેહલા અને પછીના ભારતના સંઘર્ષમાંથી. SOU ને અકોલાએ પ્રેરણા અને કંઈક શીખવા માટેના સ્થળ તરીકે ગણાવ્યું હતું.

કેવડિયાને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની પ્રથમ ઇ-સિટી જાહેર કરવામાં આવી છે અને તેને વિકસાવવા કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે ત્યારે કેવડીયામાં એક બાદ એક વધતા આકર્ષણો વચ્ચે દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યાં છે. વધતા જતા પ્રવાસીઓ માટે વધુ બે 4 સ્ટાર કે સમક્ષ સુવિધા ધરાવતી હોટલ માટે પણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud