• લગ્નના ત્રીજા દિવસે પતિએ સોનાના દાગીના મુદ્દે પત્ની સાથે તકરાર કરી હતી
  • ઘરની આર્થિક હાલત ખરાબ હોવાથી પત્નીના પિતા ઘરખર્ચ આપતા હતા
  • સગીર દીકરી ઈનકાર કરતાં હેવાન માર મારતો હતો
  • પત્નીના પિયરના પૈસે મકાન, ગાડી અને ફર્નિચર લઈ જલસા કરતો અને ત્રાસ પણ આપતો હતો
  • દારૂ અને દીકરીને ત્રાસ આપવા મામલે બેંકના મેનેજર સામે 4 ફરિયાદ નોંધાઈ

#Ahmedabad - બેંક મેનેજર સ્નાન કરતી વખતે સગીર દીકરીને બોલાવી શરીર પર સાબુ લગાવડાવતો

WatchGujarat ગોતા વિસ્તારના વૈભવી ફ્લેટમાં રહેતા અને ખાનગી બેંકના મેનેજર પિતા બાથરૂમમાં સ્નાન કરતી વેળાએ સગીર દીકરી પાસે પોતાની પીઠ અને છાતી પર સાબુ ઘસવા મજબૂર કરતો હતો. પિતાની આ હરકતથી ક્ષોભજનક સ્થિતિમાં મુકાતી સગીરા ઈનકાર કે આનાકાની કરે તો નરાધમ માર મારતો હતો. એટલું જ નહિ દારૂ પીને અવારનવાર પત્નીને પણ મારઝૂડ કરતો અને પિયરના ઘરેથી મકાન માટે પૈસા અને ગાડી ખરીદી જલસા કર્યા હતા. પત્ની પતિના ત્રાસ અને દીકરી સાથેના ખરાબ વ્યવહારને લઈ સોલા પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ અને દીકરી સાથે છેડતીની અલગ ફરિયાદ નોંધાઈ છે . આ ઉપરાંત તેની સામે પઝેશનનો પણ પોલીસ કેસ દાખલ થતા કુલ ચોર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

શહેરના ગોતા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન 2004માં સમાજના રીતરિવાજ મુજબ હાલ ખાનગી બેંકમાં કામ કરતા મેનેજર સાથે થયા હતા. લગ્નના ત્રીજા દિવસ જ સોનાના દાગીના મુદ્દે પત્ની સાથે તકરાર કરી હતી. લગ્નના સાત દિવસ બાદ પતિની નોકરી સુરત હોવાથી દંપતી ભાડાના મકાનમાં રહેવા માટે ગયું હતું. પત્ની પાસે દહેજની માગણી કરી પિતા પાસેથી ફર્નિચર અને અન્ય સામાન લાવવાનું કહ્યું હતું. પતિના કહ્યું મુજબ પિતાને વાત કરતાં તેઓ બેડ, ડાઇનિંગ ટેબલ, સોફા, કબાટ, ફ્રિજ, વોશિંગ મશીન અને અન્ય સામાન આપી ગયા હતા. એ પછી પણ પતિની કચકચ ચાલુ રહી અને રોજ રાત્રે દારૂ પી પત્નીને માર મારતો હતો.

દંપતીને ત્યાં દીકરીનો જન્મ થયા બાદ આણંદમાં નોકરી મળતાં ત્યાં રહેવા માટે ગયા હતા. એ પછી પણ પતિની મારઝૂડ ચાલુ રહી હતી. અમદાવાદમાં નોકરી મળતાં તેઓ 2008માં સેટેલાઈટમાં રહેવા માટે આવ્યા હતા. ઘરની આર્થિક હાલત ખરાબ હોવાથી દીકરીના પિતા ઘરખર્ચ આપતા અને અન્ય વસ્તુ પૂરી પાડતા હતા. ગોતા વંદેમાતરમ રોડ પર વૈભવી ફ્લેટમાં મકાન લેવા રૂ.1 લાખ ડાઉન પેમેન્ટ આપી બુક કરાવ્યું હતું. વર્ષ 2009માં આ ફ્લેટમાં રહેવા આવ્યાં હતાં. મકાનના ફર્નિચર અને લોનના હપતા ભરવા દીકરીના પિતાને દબાણ કરતાં તેમણે ફિક્સ ડિપોઝિટ તોડી રૂ. 8 લાખ જમાઈને આપ્યા હતા.

દરમિયાન યુવકની નડિયાદ ખાતે નોકરી હોઈ, તે ત્યાં મકાન ભાડે રાખી રહેતો અને રવિવારે પત્ની અને પુત્રી જોડે રહેતો હતો. કાર હોય તો અપડાઉનમાં સરળતા રહે એમ કહી પત્નીને પિતાને કાર લઈ આપવા કહેવા દબાણ કરતો હતો, જેનો વિરોધ કરતાં બોલાચાલી કરી હતી, જેથી સ્નેહાના પિતાએ ગાડી લઈ આપી હપતા પણ પોતે ભરતા હતા. #બેંક મેનેજર

બેંક મેનેજર પતિનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, ઘરમાં પત્નીને મારતો, થૂંકતો અને ચટાવતો હતો. યુવાનીના ઉંબરે ઊભેલી સગીર પુત્રી પર પણ તેણે નજર બગાડી હતી. બાથરૂમમાં સ્નાન કરતો હોય ત્યારે સગીર દીકરીને અંદર બોલાવતો હતો. નગ્ન થઈ પુત્રીને પોતાની પીઠ અને છાતી પર સાબુ લગાવવા મજબૂર કરતો હતો. આ બાબતે ઈનકાર કરતાં દીકરીને હેવાન પિતા માર મારતો હતો. આખરે આપતી તરફથી અવાર નવાર મળતા ત્રાસથી ત્રસ્ત થયેલી પત્નીએ પતિના કરતૂતની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે શારીરિક-માનસિક ત્રાસ અને દીકરી સાથે છેડતીની અલગ ફરિયાદ નોંધવાની સાથે તેની સામે દારૂ પીવાનો અને દારૂના પઝેશનનો પણ પોલીસ કેસ દાખલ કર્યો છે. આમ આ બેંક મેનેજર સામે કુલ ચોર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

More #બેંક મેનેજર #Daghter #FIR #Sola police station #Ahmedabad news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud