• સ્ટેડિયમમાં 1.10 લાખ દર્શકોની ક્ષમતા
  • સ્ટેડિયમની સીટિંગ કેપિસિટીના 50 ટકા એટલે કે 55 હજાર પ્રેક્ષકો હાજર રહી શકશે
  • 24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ પરથી ટિકિટ મળશે

WatchGujarat સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં આગામી 24 ફેબ્રુઆરી રમાવાની છે, કોરોના માહામારીને કારણે આ વખતે સ્ટેડિયમમાં 50% દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. તેની સાથે સાથે દર્શકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. પિંક બોલ ટેસ્ટ મેચને લઈને સ્ટેડિયમ દ્વારા ટિકિટોનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અગાઉ ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી લગભગ 20 હજારથી વધારે ટિકિટનું વેચાણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખ દર્શકોની છે અને આ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમની સીટિંગ કેપિસિટીના 50 ટકા પ્રેક્ષકો હાજર રહી શકશે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન આગામી 20 તારીખથી ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોક્સ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેચાણ મોટાભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જો ટિકિટનો સ્ટોક હશે તો 24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ વખતે 50% દર્શકોને મંજૂરી આપવાના કારણે તમામ ટિકિટનું વેચાણ ઝડપથી થાય એટલે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું કે, લોકોને ઓનલાઇન ટિકિટ લેવામાં તકલીફ થતી હોવાથી અને ઘણા લાંબા સમય બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ યોજાઈ રહી છે તે માટે વધુમાં વધુ દર્શકો આવે તે માટે અમે ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરી દીધું છે. જ્યાં સુધી ટિકિટનો સ્ટોક હશે ત્યાં સુધી ઓનલાઇન ટિકિટ મળશે.

સ્ટેડિયમમાં અલગ અલગ સ્ટેન્ડ મુજબ ટિકિટના દર 300થી 2500 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે. સ્ટેડિયમની ચારેતરફ સૌથી ઉપરના સ્ટેન્ડ માટેની ટિકિટનો દર રૂ. 300 છે. જ્યારે નીચેના સ્ટેન્ડની ટિકિટના રૂ. 400, 450 અને રૂ.500 છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ પર રમાશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમની સીટિંગ કેપિસિટીના 50 ટકા પ્રેક્ષકો હાજર રહી શકશે. પાંચેય T-20 મેચ માટેની ટિકિટનું વેચાણ 1 માર્ચ પછી શરૂ થશે. T-20માં કેટલા ટકા દર્શકોને પ્રવેશ મળશે તે અંગે હજી અંતિમ નિર્ણય લેવાયો નથી.

6 વર્ષ બાદ અમદાવાદના મોટેરામાં આંતરરાષ્ટ્રીય મેચ

ભારત અને ઈંગ્લેન્ડની ટીમ 18 તારીખે અમદાવાદમાં આવશે. 19 ફેબ્રુઆરીથી બંને ટીમોના ખેલાડીઓ પ્રેક્ટિસની શરૂઆત કરશે. લગભગ 6 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનાર છે. ડે નાઈટ સહિત સળંગ બે ટેસ્ટ તેમજ 5 T20 મેચ રમ્યા બાદ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વનડે મેચ રમવા પૂણે જવા રવાના થશે. મોબાઈલ ફોન અને પાકીટ સિવાય સ્ટેડિયમમાં બીજુ કશું લઈ જઈ શકાશે નહીં. પ્રેક્ષકો માટે ગેટ નંબર – 1 અને 2 એમ 2 ગેટથી એન્ટ્રી રાખવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud