- 24મી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટર ખાતે ત્રીજી ટેસ્ટ મેચ અને 4 માર્ચથી ચોથી ટેસ્ટ મેચ
- મેચની ટિકિટનું વેચાણ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શરૂ થશે
- શું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ લોકડાઉનબાદ પહેલીવાર ક્રિકેટપ્રેમીઓથી ગૂંજશે
- મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચથી શુભારંભ રહશે
- 50 % કેપિસિટી સાથે 50 હજાર જેટલા દર્શકોને પ્રવેશ મળવાની શક્યતા
WatchGujarat વિશ્વના ભતપૂર્વં ક્રિકેટરોની ટીપણી બાદ પણ ઓસ્ટ્રેલિયામાં તેની જ સરજ઼મી પર ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. જેમાં 4 ટેસ્ટ મેચની શ્રેણીના પહેલી બે ટેસ્ટ ચેન્નઈમાં અને બીજી બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. જોકે ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર છે કે BCCI ઓસ્ટ્રેલિયન બોર્ડે જે રીતે તાજેતરમાં ટેસ્ટ શ્રેણી રમાડી એ મોડલમાંથી પ્રેરિત થઈને 50% દર્શકોને મેચ જોવાની પરવાનગી આપી શકે છે.
ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરેલી ટીમ ઇન્ડિયાની આવનારી 7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. પ્રથમ બે ટેસ્ટ ચન્નેઈ ખાતે અને 4 ટેસ્ટ મેચ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ મેચ 4 માર્ચથી અમદાવાદના મોટેરા ખાતે જ રમાશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 મેચ પણ મોટેરામાં જ રમાશે. ત્યારબાદ ત્રણ મેચની વનડે સિરીઝ પુણે ખાતે રમાશે.
BCCI 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું આયોજન કરે તો મોટેરા સ્ટેડિયમ વર્લ્ડનું સૌથી મોટું હોવાથી 50% કેપેસિટીએ પણ 50 હજારથી વધુ દર્શકો મેચનો આનંદ ઉઠાવી શકશે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચની ટિકિટનું વેચાણ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં શરૂ થશે. ટિકિટના ભાવ અંગે હજી કઈ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ ધારણા છે કે બુકિંગ શરૂ થાય એના અર્ધી કલાકમાં સોલ્ડ આઉટ થઈ જશે.”
બંને ટીમ 1 મહિનાથી વધુ સમય અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે
વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે BCCI દ્વારા માત્ર ત્રણ સ્થળ જ રાખવામાં આવ્યા છે.જેમાં ચેન્નઈ ખાતે 7 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ,17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ મેચને સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 રમવા માટે અમદાવાદ આવી પહોંચશે. ઇંગ્લેન્ડ સામેની T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ અને ઇંગ્લન્ડ ટીમ 18 ફેબ્રુઆરીથી 21 માર્ચ સુધી 1 મહિનાથી પણ વધુ સમય અમદાવાદમાં જ રહેશે. બંને ટીમના પ્લેયરથી લઇ મેનેજમેન્ટ અને સ્ટાફના તમામ સભ્યોએ બાયો-બબલમાં રોકાવાનું રહેશે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમની વિશેષતા
- વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ
- વિશ્વનું બીજું સૌથી મોટું સ્પોર્ટ ગ્રાઉન્ડ
- 1,10,000 દર્શક ક્ષમતા
- 76 કોર્પોરેટ બોક્સ (1 બોક્સમાં 25 વ્યક્તિની ક્ષમતા)
- 4 ડ્રેસિંગ રૂમ
- 63 એકરમાં ફેલાયેલું
- 3 એન્ટ્રી પોઇન્ટ
- 700 કરોડ રૂપિયા નિર્માણ ખર્ચ
- Olympic-size સ્વિમિંગ પુલ
મોટેરા સ્ટેડિયમમાં ભારતીય દિગ્ગજોની સિદ્ધિ
- સુનિલ ગાવસ્કરે પાકિસ્તાન સામે 1986-87માં ટેસ્ટમાં 10,000 રન પૂરા કર્યા હતા.
- કપિલ દેવે ટેસ્ટમાં સર રિચાર્ડ હેડલીના 431 વિકેટના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો અને તે સમયે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો હતો.
- October 1999 માં, સચિન તેંડુલકરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડબલ-સદી ફટકારી હતી.
- સચિન તેંડુલકર 2011 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં વન ડે ક્રિકેટમાં 18,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.
- 2011 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને કવાર્ટર ફાઇનલ મેચમાં હરાવી વર્લ્ડ કપની બહાર ફેંક્યું હતું.