• પરિવારની જાણ બહાર બન્ને પ્રેમીપંખીડા મળતાં થઈ ગયાં હતાં.
  • પરિવારને આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ કાપી નાખ્યા હતા
  • પ્રેમી યુવકે મહિલા સાથેની અંગત પળો સહિત પ્રેમિકાના પરિવારની અન્ય મહિલાઓના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા
  • મામલો એરપોર્ટ પોલીસ સમક્ષ પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

WatchGujarat પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, પણ ક્યારેક આવા સંબંધ ખૂબ નુકસાન કરે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આઈવલ સરદારનગરમાં 27 વર્ષના દીકરા સહિત ત્રણ સંતાનની માતાને પ્રેમ થઇ ગયો અને પરિવારની જાણ બહાર બન્ને પ્રેમીપંખીડા મળતાં થઈ ગયાં હતાં. એક દિવસ પરિવારને આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ કાપી નાખ્યા હતા, જેથી પ્રેમીએ તેની સાથેની અંગત પળો સહિત પ્રેમિકાના પરિવારની અન્ય મહિલાઓના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતાં. આ મામલે હાલ એરપોર્ટ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના સરદારનગરમાં રહેતી 45 વર્ષીય મહિલા ઓર્ડર પ્રમાણે રસોડામાં કામ કરવા જાય છે. તેના પતિને હાર્ટ એટેક આવ્યો હોવાથી ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ ઘરે રહે છે. આ મહિલાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જોકે ત્રણેય સંતાન લગ્ન થઇ ગયા છે. આશરે દોઢેક વર્ષ પહેલા આ મહિલા તેની ફોઈ સાથે રસોઇ કામ કરવા કુબેરનગર ખાતે આવેલા ગુલસન પાર્ટી પ્લોટ ખાતે ગઈ હતી. ત્યારે ત્યાં સરદારનગર ખાતે રહેતા સંજય રાઠોડ નામનો યુવક ઓર્ડરમાં મન્ચુરિયન બનાવવા આવ્યો હતો. જેથી મહિલા તેના પરિચયમાં આવી હતી. ત્યારે સંજયે મહિલાને પ્રેમ સંબંધ રાખવાની ઑફર કરી હતી. જોકે, મહિલાએ આ બાબતે સંજયને ના પાડી હતી.

અવારનવાર ના પાડવા છતાં પોતાના પ્રયત્નો છોડ્યા ન હતા અને સંજયે એક ચિઠ્ઠી આ મહિલા આગળ મૂકી દીધી હતી. જેમાં સંજયે તેનો મોબાઈલ નંબર લખ્યો હતો. ત્યારે મહિલાએ તે ચીઠીને તેની સાથે કામ કરતી અન્ય મહિલાને આપી હતી. બીજા દિવસે તે મહિલાએ તે નંબર ઉપર ફોન કરતાં સંજયે તે મહિલા પાસેથી ફરિયાદી મહિલાનો નંબર માંગતા તેણીએ આપ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સંજયનો આ મહિલા ઉપર ફોન આવ્યો હતો અને અવારનવાર તે બંને રસોઇ કામના ઓર્ડર બાબતે વાતચીત કરતાં રહ્યા હતા. આખરે રસોઈ કામના ઓર્ડર બાબતે શરૂ થયેલી વાતચીત પ્રેમ સંબંધમાં બદલાતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

દરમિયાન મહિલા અને સંજય અવારનવાર બહારગામ ફરવા પણ જતા હતા. ત્યારે સંજય તેના મોબાઇલમાં મહિલાની સાથેના અંગતપળોના ફોટો અને વીડિયો પણ પાડતો હતો. ચારેક મહિના પહેલા સંજયે આ મહિલાને ફોન કરીને નાના ચિલોડા ખાતે બોલાવી હતી. જેથી આ મહિલા નાના ચિલોડા ખાતે ગઈ હતી. બાદમાં બંને ત્યાંથી શીરડી મહારાષ્ટ્ર ફરવા લઇ ગયો હતો. ત્યાંથી મહિલા જ્યારે પરત આવી ત્યારે તેના પ્રેમ સંબંધની જાણ તેના પરિવારમાં થઈ જતાં તેણે સંજય સાથે વાતચીત અને મળવાનું બંધ કરી દીધું હતું.

અચાનકથી મહિલાએ મળવાનું બંધ કરી દેતા આજથી બે મહિના પહેલા જ્યારે મહિલા તેના ઘરે હતી. ત્યારે સ્થાનિકમાં રહેતો એક પરિચિત વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેણે સંજયે આપેલો ફોન મહિલાને આપી દીધો હતો. ફોન મળ્યાબાદ ફરી એક વખત સંજય સાથે વાતચીત શરૂ કરતાં મહિલા અને સંજય વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, થોડા સમય બાદ જ્યારે આ મહિલા સિવિલ હૉસ્પિટલ ગઈ હતી ત્યારે સંજય ત્યાંથી તેને ફરવા લઈ ગયો હતો. જ્યાં સંજયનું સાચું નામ ભવાનીસિંહ રાઠોડ હોવાનું મહિલાને જાણ થઈ હતી. બીજી તરફ સંજયે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાનું પણ કહ્યું હતું. પરંતુ તેણે પોતાની પત્ની સાથે સંબંધ ચાલુ રાખ્યું હતું. જેથી બંને વચ્ચે ઝગડો થતા મહિલા પરત અમદાવાદ ફરી હતી.

અમદાવાદ પરત ફર્યાબાદ ફરિયાદી મહિલા તેની સાથે કામ કરતી અન્ય મહિલાના ઘરે બે દિવસ રહેવા જતી રહી હતી. જે વાતની જાણ પુત્ર અને પતિને થતા તે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. અને મહિલાને પરત પોતાના ઘરે લઇ ગયા હતા. દરમિયાન સંજય અવારનવાર આ મહિલાને ફોન પર ધમકી આપતો હતો કે, તું પરત મારી પાસે આવી જા, નહીંતર હું તારા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. પરંતુ આ મહિલાએ તેની સાથે જવાની અને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

ત્યારે ઉશ્કેરાયેલા સંજયે 17 જાન્યુઆરી, 2020ના રોજ મહિલા ની સાથે પસાર કરેલી અંગત પળોની તસ્વીરથી લઇ મહિલાની પુત્રવધૂ અને મહિલાની દીકરીની એડિટ કરેલી બીભત્સ તસવીરો આસપડોસના લોકોને અને સગા વહાલાંને મોકલી હતી. તેમજ તસ્વીરોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી મહિલાને અને તેના પરિવારની અન્ય મહિલાઓને બદનામ કરવાની કોશિષ કરી હતી. જેથી આખરે કંટાળેલી મહિલાએ બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ભવાનસિંહ ચંદ્રસિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud