હસતાં હસતાં વિડીયો બનાવનાર આયેશા, માતા – પિતા સાથેની વાતચિતમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
પતિએ કહ્યું ‘બોલતા હૈ, તું મરને જા રહી હૈ વિડીયો બનાવે કે ભેજ દેના... તાકી પોલીસ મુઝ કો ના લેજાયે...’
બચ ગઈ તો લે જાના.. મીટ ગઈ તો દફન કર દેના... – આઈશા
Watch Gujarat. ખોટા સમયે બોલાયેલી ખોટી વાતને પગલે હંમેશા ખોટા પરિણામો જ ભોગવવા પડતાં હોય છે. એવો જ કિસ્સો અમદાવાદમાં બનવા પામ્યો છે. ઘરકંકાસને પગલે મનથી તૂટી ગયેલી – હારી ગયેલી આઈશાને જો એના પતિ આરીફે એવું ના કહ્યું હોત કે “મરવા જાય તો વિડીયો બનાવીને મોકલી દેજે, જેથી પોલીસ મને ના લઈ જાય...” તો આજે કદાચ આઈશા જીવતી હોત. પતિને કંઈ ના થાય તે માટે મરતાં પહેલાં હસતાં મોંઢે વિડીયો બનાવનાર આઈશા માતા – પિતા સાથેની વાતચિતમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. એક તબક્કે પિતાએ જાતે મરી જવાની ધમકી આપતાં એણે ઘરે પરત ફરશે તેવી હૈયાધારણા પણ આપી. જોકે, ઘવાયેલાં હૈયે માતા – પિતાના ખોળામાં માથું મુકવાને બદલે આઈશાએ સાબરમતીમાં ઝંપલાવી, કાળના ખોળામાં માથું મુકી દીધું હતું.
અમદાવાદના વટવા વિસ્તારની આઈશા ઉર્ફે સોનુના લગ્ન રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતાં આરીફખાન સાથે થયા હતાં. લગ્ન બાદ પતિ સહિતના સાસરીયાંઓએ દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ કરતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આખી ઘટમાળમાં પોતાને કારણે માતા – પિતા સહિતના પરિવારજનો ખુબ જ હેરાન પરેશાન થઈ રહ્યાં છે એવી લાગણી સાથે ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આઈશાએ જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું.
મરતાં પહેલાં તેણીએ એકવાર પતિને ફોન કર્યો જેમાં પણ દહેજ પ્રેમી આરીફ ખાન પત્નીનો પ્રેમ ના સમજી શક્યો. આરીફે મરતા પહેલાં વિડીયો બનાવીને મોકલવાનું કહેતાં આઈશાએ સાબરમતિ રિવરફ્રન્ટ પર જઈને પતિનાં કહ્યાં મુજબ હસતાં મોંઢે વિડીયો બનાવ્યો. અને ત્યારબાદ તેણીની માતા – પિતા સાથે વાતચિત થઈ. આઈશા કંઇક ખોટું કરવાના અંદેશા સાથે કદાચ પિતાએ જ ફોન જોડ્યો હોય એમ રેકોર્ડિંગ પરથી લાગી રહ્યું છે. જોકે, વિડીયો બનાવ્યા બાદનો આ ફોન કોલ છે એ તો ચોક્કસ વાત છે.
https://youtu.be/lkHjVSvNdZg
આઈશા માતા – પિતા સાથેની વાતમાં તૂટી પડે હતી. ‘મુઝે કુછ નહીં સુનના મેરે કો બસ પાની મેં કુદના હૈ’, ‘બોલતા હૈ, તું મરને જા રહી હૈ વિડીયો બનાવે કે ભેજ દેના... તાકી પોલીસ મુઝ કો ના લેજાયે...’, ‘કબ તક હસું મૈં...’, ‘અબ લેટ હો ગયા પપ્પા...’, ‘બચ ગઈ તો લે જાના.. મીટ ગઈ તો દફન કર દેના...’ વગેરે વાત રડતાં રડતાં કરે છે. એક તબક્કે પિતા ધમકી આપે છે કે જો તું ઘરે નહીં આવે તો હું મરી જઈશ બધાંને મારી નાંખીશ. પિતાની આ વાતે આઈશા કહે છે ‘મેં આ રહી હૂં... આ રહી હૂં...’
ફોન પુરો થયા બાદ માતા – પિતા સહિતના પરિવારજનો ભારે હૈયે આઈશાના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ, આઈશા ના આવી. એના ફોન પરથી એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો. અને આઈશાએ આપઘાત કરી લીધો હોવાની જાણ થઇ.
આઇશાના આપઘાત બાદ પતિ આરીફ ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી નફ્ફટાઈની હદ વટાવી
આઇશાના પતિ આરીફ ખાન નફ્ફટાઈની હદ તો ત્યારે વટાવી જ્યારે આઇશાના આપઘાત બાદ પણ તેને જાણે કોઈ દુઃખ થયું જ ન હોય તેમ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી હતી. જેમાં લખ્યું છે કે "कौन Chala Gaya Yeh Important नहीं Hai, कौन Ab Bhi Saath Hai Ye Important है !"