દર્દભર્યો અંતિમ વિડિઓ બનાવી આઇશાએ સાબરમતી નદીમાં પડતુ મુક્યું હતુ.
રાજસ્થાનના ઝાલોરના આરીફ ખાન સાથે વર્ષ 2018માં આઇશાના નિકાહ થયા હતા.
ચકચારી આઇશા આપઘાત કેસમાં રિવરઉફ્રન્ટ પોલીસે આઇરીફ ખાન સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો
આરોપી પતિ આરીફ ખાનની કોરોના ટેસ્ટ બાદ વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે
WatchGujarat ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના વટવા ખાતે રહેતી પરિણીતા આઇશાએ સાબરમતી નદીમાં પડતુ મુકી જીવન ટુંકાવી લીધુ હતુ. આઇશાએ આ પગલુ ભરતા પહેલા તેના પતિ આરીફ સાથે ફોન પર વાત કરી હતી. પતિના કહ્યા પ્રમાણે આઇશાએ વિડિઓ બનાવી તેના પતિને મોકલી આપ્યો હતો. ત્યારબાદ માતા-પિતા સાથે પણ અંતિમ વખત ફોન પર વાત કરી જીવનનો અંત લાવી દીધો હતો. બનાવને પગલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આરીફ ખાનની રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરીફ ખાનને પત્ની આયેશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે પોઝ આપ્યો હતો.
શહેરના વટવા વિસ્તારમાં રહેતી આઇશાના વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે આરીફ ખાન સાથે નિકાહ થયા હતા. જોકે પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હોવાથી આઇશાએ તેના પતિ આરીફખાન, સાસુ-સસરા, નણંદ વિરૂદ્ધમાં ડોમેસ્ટિક વાયલન્સની ફરીયાદ કરી હતી. તેવામાં ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ આઇશાએ દિલમાં દર્દ છુપાવી હસંતા હસંતા સાબમરતી નદીમાં પડતુ મુકી મોતને વ્હાલુ કરી લીધુ હતુ.
આપઘાત કરતા પહેલા આઇશાએ તેના પતિ માટે વિડિઓ બનાવી તેને મોકલ્યો હતો. તથા આઇશાએ માતા-પિતા સાથે ફોન ઉપર પણ વાત કરી હતી. પરંતુ આઇશાએ કરેલો નિર્ણય પરત નહીં ખેંચવાનુ મન મનાવી લીધુ હતુ. અને આખરે તેણીએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ ચકચારીત ઘટનાનો વિડિઓ અને આઇશાની માતા-પિતા સાથેની વાતચિતનો ઓડિયો સાંભળનાર સ્તબ્ધ રહીં ગયા હતા. બનાવને પગલે આઇશાના પિતાએ જમાઇ આરીફ ખાન વિરૂદ્ધ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી આરીફની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન રિવરફ્રન્ટ પોલીસની ટીમેને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાનના પાલી ખાતેથી આરીફને ઝડપી પાડી અમદાવાદ લાવવા માટે કવાયત હાથ ધરી હતી. ધરપકડ બાદ આજરોજ સવારે આયેશાના પતિ આરીફને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. હાલ કોરોના ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે.
અમદાવાદ ખાતે લાવ્યા બાદ પોલીસ કસ્ટડીમાં રહેલા આરીફને જાણે તેની પત્ની આઇશાના મોતનું જરા પણ દુઃખ ન હોય તે રીતે તેણે હસતા મોઢે મીડિયા સામે નફ્ટાઈનું વલણ દાખવ્યું હતું. બીજી તરફ તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી દેશભરમાંથી માંગણી ઉઠી છે. દેશભરના લોકોએ તેની શોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કરવામાં આવેલી પોસ્ટ ઉપર કમેન્ટ દ્વારા બળાપો કાઢી આક્રોશ વ્યક્ત કર્યો છે. પોલીસે આરીફની આઈપીસીની કલમ 306 દુષ્પ્રેરણા હેઠળ ધરપકડ કરી છે. આ ઉપરાંત આરીફ અને તેના માતાપિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.
આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતો: આઇશાના પિતા
સોમવારે આઇશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આઇશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આઇશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.