• હાઇકોર્ટમાં આવતીકાલે સરકારે સોગંધનામું રજૂ કરવાનું છે
  • તેના પહેલાં એક પછી એક તાત્કાલિક અસરની જાહેરાતો
  • 1 એપ્રિલથી 13 એપ્રિલ 2021સુધી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટીવ દર્દીઓને રેમડેસિવીર ઇન્જેકેશન 24 હજાર 962 ડોઝ આપવામાં આવ્યા

WatchGujarat. અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામા આવેલ છે. કોવિડ દર્દીઓની સારવાર માટે જરૂરિ એવા એન્ટી વાયરલ રેમડેસિવીર ઇન્જેક્શન 1 એપ્રિલથી 13મી એપ્રિલ સુધીમાં ગુજરાત રાજ્યમાં 4 લાખથી વધુ ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યા છે. તેમજ 1 એપ્રિલથી 13 એપ્રિલ 2021સુધી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટીવ દર્દીઓને રેમડેસિવીર ઇન્જેકેશન 24 હજાર 962 ડોઝ આપવામાં આવ્યા છે.

એસ.વી.પી હોસ્પિટલ એલિસ બ્રિજ ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર પરથી રેમેડસિવીર ઇન્જેક્શન મેળવવા માટે ખાનગી હોસ્પિટલોને દર્દીઓની વિગતો સાથે પ્રતિનિધિને મોકલીને ઇન્જેક્શન મેળવી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. જે હેતુથી ખાનગી હોસ્પિટલોના ઉપોયગ માટે દૈનિક ધોરણે 10 હજાર જેટલા ઇન્જેક્શન નિર્ધારિત કરી રાખવામા આવેલ છે.

https://www.facebook.com/watchgujaratnews

એક સમય માટે અમદાવાદ સહિત રાજ્યના રેમડેસિવીર ઇન્જેકેશન કાળા બજારી ચાલી રહી છે. રેમડેસિવીર લેવા માટે લોકો ઝાયડસ બહાર બે – ત્રણ કિમી લાંબી લાઇન લગાવી હતી. આખી રાત્ર દર્દીઓના સંગાવાલાઓ બહાર બેસી રેમડેસિવીર મેળવા લાઇનો લગાવતા હતા.

AMCએ 10 હજાર રેમડેસિવીર ઇન્જેકેશન દૈનિક ધોરણે આપવાની જાહેરાત પાછળનો તર્ક માનવામા આવી રહ્યો છે કે, આવતી કાલે રાજ્ય સરકારે હાઇ કોર્ટને સોગંધનામુ આપવાનું છે કે અત્યાર સુધી કોરોના પગલે શું કામગીરી કરી છે. ત્યારે હાઇ કોર્ટ સોગંધનામા માહિતી આપવા માટે એક પછી એક જાહેરાત એએમસી દ્વારા કરવામાં આવી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud