સાબરમતીમાં મોતનો ભૂંસકો મારનાર આઈશાનો નિર્લજ્જ પતિ આરીફ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર.
ત્રણ દિવસ દરમિયાન પોલીસ આરીફના મોબાઇલની, અન્ય કોઈ યુવતી સાથે સંબંધ અંગે અને અગાઉ નોંધાયેલ કેસ અંગે તપાસ કરશે.
આઇશાના આપઘાતના કારણે સદમામાં સરી પડેલી બહેનની તબિયત લથડી અને બ્રેઇન સ્ટ્રોક આવતા હૉસ્પિટલ ખસેડવામાં આવી.
WatchGujarat. ભારે ચકચારી આઈશા આપઘાત કેસમાં ઝડપાયેલા તેના પતિ આરીફનાં 3 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આઈશાને તેના પિતરાઈભાઈ સાથે આડોસંબંધ હોવાની અને પિતરાઈભાઈ થકી જ તે ગર્ભવતિ થઈ હોવાની આશંકાને પગલે આરીફ તેના પર અસહ્ય ત્રાસ ગુજારતો હતો. ગર્ભપાત કરાવી દેવા માટે આરીફ અસહ્ય ત્રાસ આપતો હતો જે ત્રાસ આઈશા માટે જીવલેણ નિવડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આઈશાના આપઘાતને પગલે સદમામાં સરી પડેલી તેની મોટી બહેનની તબિયત લથડી હતી. બ્રેઈન સ્ટ્રોક આવતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા આપઘાત મામલે તેના પિતા લિયાકતઅલીએ જમાઇ આરીફ બાબુખાન ગફુરજી સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરીફ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે આરીફને આ બાબતની જાણ થતાં તે ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરીફની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે રાજસ્થાનના પાલીથી આરીફની ધરપકડ કરી હતી. પોલીસે આરીફને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો.
ગર્ભપાત કરાવી નાંખવા આઈશા સાથે આરીફ ઝગડો કરતો હતો - પિતા
આજે આરીફને કોર્ટમાં રજૂ કરવાનો હતો તે પૂર્વે આઈશાને ન્યાય મળે તે માટે પિતા લિયાકતઅલીએ સવારે આઈશાની કબર પર દુઆ માંગી હતી. તેમજ તેમણે આક્ષેપ કર્યો હતો કે, આઈશા ગર્ભવતિ હતી. આઈશા પોતાના નજીકના એક પિતરાઈ ભાઈ સાથેના આડાસંબંધથી ગર્ભવતિ થઈ હોવાની આરીફને આશંકા હતી. અને ખોટી આશંકાને પગલે તે આઈશાને ગર્ભપાત કરાવી નાંખવા દબાણ કરી – ઝગડાં કરતો હતો. અને આઈશા પર ત્રાસ ગુજારતો હતો.
દોઢ લાખની માંગણી કરી ત્રાસ ગુજારતાં આરીફને કારણે આઈશાનો ગર્ભપાત થઈ ગયો.
પતિ સાથેના ઝગડાને પગલે લગભગ છેલ્લાં એક વર્ષથી આઈશા પિતાના ઘરે જ રહેતી હતી. દરમિયાનમાં આરીફ આઈશાને પરત લઈ જાય તે માટે સંખ્યાબંધ વખત પ્રયત્નો કરવામાં આવ્યા. જોકે, આરીફે અન્ય પુરુષથી આઈશા ગર્ભવતિ થઈ હોવાનાં આક્ષેપો ચાલું રાખી, દોઢ લાખ રૂપિયા દહેજ આપવામાં આવે તો જ આઈશાને લઈ જવાની જીદ પકડી હતી. માનસિક ત્રાસને પગલે આઈશાને અચાનક બ્લિડિંગ શરૂ થયું હતું અને તેનો ગર્ભપાત થઈ ગયો હતો.
નાની બહેનને ગુમાવવાના દુઃખમાં મોટી બહેન ગરક.
આઇશા આપઘાતને પગલે તેની મોટી બહેન આઘાત લગતા બ્રેન સ્ટ્રોક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી મોટી બહેનને સારવાર અર્થે સેટેલાઇટ ખાતેની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નાની બહેનને ગુમાવવાના દુઃખમાંથી પરિવાર હજી બહાર નથી આવ્યો ત્યાં એક મોટી બહેનને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કર્યા બાદ કોરાના રિપોર્ટની તજવીજ હાથ ધરી હતી અને આરીફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આજરોજ તેને મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો.
આઈશાનો વિડીયો આરીફે કોને કોને મોકલ્યો?
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વિક્રમ દેસાઇએ watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, આરીફનો ફોન રિકવર કરવાનો બાકી હોવાથી તેમજ આઈશાએ આપઘાત કર્યાના દિવસથી તે કોને કોને મળ્યો હતો? તેણે વિડીયો કોને કોને મોકલીને વાઈરલ કર્યો હતો? આરીફના અન્ય કોઈ યુવતિ સાથે સંબંધ છે કે કેમ? દહેજ તેમજ ઉશ્કેરણીના કેસ વગેરે અંગે તપાસ કરવા માટે પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ આરીફના વધુ રિમાન્ડ માંગી શકે છે
તેમણે વધુમાં ઉમેર્યં હતું કે, આ મામલે આગામી દિવસમાં કોર્ટમાં વધુ રિમાન્ડની પણ માંગ કરવામાં આવી શકે છે. કારણ કે, પોલીસ ફરિયાદમાં માત્ર આરીફનું નામ જ છે. પરંતુ આઇશાના સસરા, સાસુ અને નણંદે ભેગા મળી ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત આઇશા ગર્ભવતી હોવાથી પિતરાઇ ભાઇ અને બાળક બાબતે આસિફ ઝગડા કરી અન્ય આક્ષેપ પણ કરતો હતો. તે અંગે વધુ તપાસ અર્થે પોલીસ આરીફને ફરી વાર મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ માંગી શકે છે.
મોબાઈલ ફેંકી દીધો હોવાનું આરીફનો રટણ
આપઘાત પહેલા આઈશાની આરીફ સાથે ફોન પર 70 મીનીટ જેટલો સમય વાતચિત થઈ હતી. જેમાં છેલ્લી 10 મીનીટમાં આરીફે રૂપિયાની માંગણી અને આડાસંબંધની આશંકાને પકડી રાખી હતી.આઇશાના આપઘાતના ઘણા અકબંધ રહસ્યો આરીફના મોબાઇલ ફોન સાથે સંકળાયેલા હોવાથી અને ફોન હજુ પણ પોલીસના હાથે ન લાગ્યો હોવાથી અમદાવાદ પોલીસની વધુ એક ટીમ ફરી એકવાર રાજસ્થાન મોબાઈલ મેળવવા માટે જશે. તેમજ ઘટના બાદ આરીફને લોકોના ફોન અને મેસેજ આવતા તે કંટાળ્યો અને તેની બહેનના પાલી ખાતેના ઘરેથી કાર લઈને નીકળ્યો અને ફોન ફેંકી દીધો હોવાનું રટણ કરી રહ્યો છે. ત્યારે હવે ત્રણ દિવસની પૂછપરછમાં અનેક અકબંધ રહસ્યો સામે આવશે.