આગામી દિવસોમાં અમદાવાદ કેવું હશે તેનું વિઝન સંકલ્પ પત્રમાં :BJP
ટ્રાફિકની સમસ્યા તેમજ રેલવે ક્રોસિંગ મુક્ત શહેરની જાહેરાતો કરી : BJP
જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું : Congress
સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે : Congress
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, તેમજ ઉમેદવારો પાસે પ્રચાર કરવા માટે 4 દિવસો જ બાકી રહ્યા છે. ઉમેદવારો પણ શેરી શેરીમાં જઈને એડીચોટીનું જોર લગાવીને પોતાના માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રીઝવવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે BJP એ આજે વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમા AMC માં ભાજપે 5 વર્ષમાં કરેલા કામોનો હિસાબ અને આગામી 5 વર્ષની વિકાસની કામગીરી અંગેની જાહેરાત કરી હતી.
BJP એ આજે વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તેમાં ટ્રાફિકની સમસ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જેવા શહેરમાં ટ્રાફિક દિન પ્રતિદિન એક મોટી સમસ્યા બની રહી છે. ત્યારે BJP તેને ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાંથી પસાર થતા રેલવે ક્રોસિંગ માંથી પણ શહેર મુક્ત કરવાની જાહેરાત કરી છે. BJP વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરોમાં 16 સંકલ્પો જાહેર કર્યા છે.
વિઝન ડૉક્યુમેન્ટના નામે ચૂંટણી ઢંઢેરોના ભાજપના 16 સંકલ્પ
2030નાં અમદાવાદનું આયોજન
નવા ફ્લાયઓવર, અંડર પાસ, રેલ્વે ક્રોસિંગ મુક્ત અમદાવાદ
AMTS એરકન્ડીશન, બસોમાં વધારો-નવી ઈલેક્ટ્રિક બસોમાં વધારો.
પોલ્યુશન મુક્ત અમદાવાદ
ગ્રીનકવર ડબલ કરવાનું આયોજન
વિધવા સહાય ધરાવતા મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ.
હેરીટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત.
સ્માર્ટ પબ્લિક સ્કૂલ તથા ડે સ્કૂલનું આયોજન
પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર
પૂર્વ વિસ્તારમાં નવી અદ્યતન હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
સ્લમ ફ્રી સીટીનું આયોજન
સીનીયર સીટીઝનો માટે અનેક યોજનાઓ
સોસાયટી-હાઉસીંગ વસાહતની મીટિંગો માટે રાહત દરે કોમ્યુનિટી હોલ.
સોસાયટીઓમાં સુવિધા
પ્રત્યેક ગાર્ડનમાં યોગા સેન્ટરનું આયોજન
સોસાયટી કોમનપ્લોટમાં આઉટડોર કસરતના સાધનો મુકવાનું આયોજન
રાજ્યમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને થોડા દિવસો પહેલા કોંગ્રેસ દ્વારા શપથપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે શપથપત્રમાં કહ્યું છે કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે. શપથપત્રમાં કહેવામાં આવ્યું છેકે, સત્તામાં આવતાં જ આ પત્રમાં લખવામાં આવેલા એક-એક શબ્દનું પાલન કરવામાં આવશે. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે. સત્તામાં આવ્યાના 24 કલાકમાં કોન્ટ્રેક્ટપ્રથા નાબૂદીની શરૂઆત કરવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યા પર ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં કરેલા વાયદાઓ
કોન્ટ્રેક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે, એ માટે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.
6 મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડલ સ્કૂલો બનાવવી અને ધો. 1થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે.
વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે એ દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. પાર્કિગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે, જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.
દરેકને ફ્રી પાણી મળે એવી સુવિધાઓ કરવામાં આવશે.
ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એવો પ્રયાસ કરવામાં આવશે.
આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે.
કોરોનાકાળમાં આર્થિક નુકસાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.
તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ આપીશું.
ઘરવેરામાં 50 ટકા સુધીનો ઘટાડો કરીશું.