• દિવાળીની રાત્રે આજવા રોડ સ્થિત ડવડેક એપાર્ટમેન્ટના કે-2 ટાવરના છઠ્ઠા માળે ચાલી રહીં હતી દારૂ પાર્ટી
  • દારૂ પાર્ટીમાં અમદાવાદ શહેર ભાજપના મંત્રી એક મહિલા સહિત ચાર લોકોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
  • પોલીસે ફ્લેટમાં તપાસ કરતા બ્લેક ડોગ અને ઓલ સિઝન દારૂની બોટલ મળી
  • દારૂ પાર્ટીમાં ઝડપાયેલો મિતેષ રબારી અમદાવાદ શહેર ભાજપનો હોદ્દેદાર હોવા છતાં હજી સુધી તેની સામે પક્ષ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી
Ahmedaba BJP Worker
Ahmedaba BJP Worker

WatchGujarat. ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. રાજ્યમાં સરકાર પણ ભાજપની અને એજ સરકાર દાવો કરે છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાત સરકારના આવા દાવો વચ્ચે શિસ્તબદ્ધ પાર્ટીનો હોદ્દેદાર જ જો દારૂની મહેફીલ માણતો ઝડપાય તો ગુજરાતમાં કેટલી હદે દારૂબંધી છે, તે સારી રીતે સમજી શકાય છે. સામાન્ય રીતે ભાજપનો કોઇ કાર્યકર અથવા તો હોદ્દેદાર શિસ્તભંગ કરતો જણાઇ તો તેની સામે પક્ષ તરફથી પગલા લેવામાં આવતા હોય છે. પરંતુ દિવાળીની રાત્રે BMW કારમાં આવેલા અમદાવાદ શહેર ભાજપના મંત્રી દારૂની મહેફિલ માણતા ઝડપાયા બાદ પણ હજી સુધી કોઇ યોગ્ય પગલા લેવાયા નથી.

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા શખ્સો
બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા શખ્સો

વડોદરાના આજવા રોડ ખાતે આવેલા ડવડેક એપાર્ટમેન્ટના કે-2 ટાવરના છઠ્ઠા માળે દિવાળીની રાત્રે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી. દારૂની મહેફિલ ચાલી રહીં હોવાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલીક ડવડેક ખાતે પહોંચી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફ્લેટના દરવાજે પહોંચી હતી. જ્યાં અંદર દારૂની મહેફિલ ચાલી રહીં હોવાની ખાતરી થયા બાદ પોલીસની ફ્લેટમાં એન્ટ્રી પડી હતી.

દિવાળી નિમીતે ભાજપના મંત્રી મિતેષ રબારીએ લગાવેલા બેનર
દિવાળી નિમીતે ભાજપના મંત્રી મિતેષ રબારીએ લગાવેલા બેનર

પોલીસને જોઇ અમદાવાદ શહેરના ભાજપના મંત્રી મિતેષ રબારી સહિત તેના બે મિત્રો હેબતાઇ ગયા હતા. જોકે પોલીસે ફ્લેટમાં તપાસ કરતા અન્ય રૂમમાં હાજર મહિલા મળી આવી હતી. પોલીસે દારૂની મહેફિલ મામલે પુછતાછ કરતા ડવડેક ફ્લેટમાં રહેતી પાયલ રાજપૂતની બર્થ-ડે હોવાથી દારૂની પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેથી પોલીસે નરેન્દ્ર ગજેન્દ્રભાઇ ગોસાઇ (રહે. વિશ્રામનગર, મેમનગર અમદાવાદ), નિરવ રાજેન્દ્રકુમાર શર્મા (રહે. બોડકદેવ, અમદાવાદ) મિતેષ અમૃતભાઇ રબારી (રહે. હર્શીદ પાર્ક, વસ્ત્રાલ અમદાવાદ) અને પાયલ રાજપૂત સામે ગુનો નોંધી તેઓની તમામની ધરપકડ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud