અકસ્માત સમયે BRTS બસમાં 4 મુસાફરો સવાર હતા : બે મુસાફરોને સામાન્ય ઈજા
બસનું ટાયર ફાટતાં બસ વીજળીના થાંભલા સાથે અથડાઈ
અગાઉ અખબાર નગર અન્ડરબ્રિજમાં ઘૂસી જતાં BRTS બસનાં બે ફાડિયાં થયાં હતાં
WatchGujarat અમદાવાદમાં ફરીવાર BRTS બસનો અકસ્માત થયો છે. સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો નજીક સવારે 11 વાગ્યાની આસપાસ BRTSની બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. જો કે બસમાં સદભાગ્યે ચાર જ પેસેન્જર સવાર હોવાથી મોટો ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. બસ અકસ્માતમાં બે પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને પોલ સાથે ટકરાઇ હતી. #ISRO
[caption id="attachment_209302" align="aligncenter" width="1024"] BRTS Bus[/caption]
શહેરમાં BRTS બસોના એક પછી એક કોઈના કોઈ કારણોસર અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે આજ રોજ સવારે 11 વાગ્યે ઇસ્કોન ચાર રસ્તાથી ઘુમા ગામ જઈ રહેલી બસને ઈસરો નજીક અકસમાત નડ્યો હતો. જો કે તે બસ રૂટનું પહેલું સ્ટોપ ઇસ્કોન ચાર રસ્તા હોવાથી સદ્ભાગ્યે બસમાં ચાર જ પેસેન્જર હતા. સ્વભાવિક રીતે બસ પોતાની ઝડપથી જઇ રહી હતી. ત્યારે ઈસરો નજીક પહોચ્યતા હલકી ગુણવતા ધરાવતું BRTS બસનું ટાયર ફાટ્યું હતું. અને ડિવાઈડર પર ચડી ગઈ હતી. નજીકમાં લાગેલા વીજળીના પોલ સાથે ટકરાઇ હતી. #ISRO
https://youtu.be/EF_prbXR2zU
BRTS બસના અકસ્માતના પગલે લોકોના તોલા એકઠ્ઠા થયા હતા. જોકે બસમાં પેસેન્જર ઓછા હોવાથી કોઈને ઇજા થઇ ન હતી. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અખબારનગર અન્ડરબ્રિજમાં બસ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં હતાં, જેને પગલે બે લોકોને ઈજા પહોંચી હતી. જેમાં બે ઈજાગ્રસ્તમાંથી ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી હતી. BRTS બસ અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે એક ટૂ-વ્હીલરચાલક આડે આવ્યો હતો, જેને પગલે તેને બચાવવા જતાં આ અકસ્માત થયો હતો. #ISRO
BRTS બસ ઓવર સ્પીડ અને સ્ટીયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે અથડાઈ હતી, જેને પગલે બસના વચ્ચેથી અડધે સુધી ફાડિયાં થઈ ગયાં હતાં. આ અકસ્માતની થોડી ક્ષણો પહેલાં જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઊતરી જતાં અકસ્માતમાં મોટી ખુવારી થતાં સહેજમાં બચી ગઈ હતી. આ બનાવ એટલો તો ગંભીર હતો કે બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. અવારનવાર થતા BRTS બસના અકસ્માતને પગલે કોઈ મોટી હોનારત ન થાય તે પહેલા તંત્રે યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે.
More #BRTS bus #tire #ruptures #near #ISRO #Ahmedabad News