• ન્યુબર્ગ સુપ્રા ટેક લેબોરેટરી દ્વારા ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે
  • કારની સાથે કેટલાક લોકો ટુ વ્હીલર લઈને પણ આવી રહ્યા છે
  • ટેસ્ટિંગમાં લાઇન થતાં લોકો ગાડી પાર્ક કરીને વોલ્ક ઇનમાં ટેસ્ટ કરાવવા આવ્યા
  • સેન્ટરમાં ટેસ્ટ કરાવવા લાંબી લાઇન લાગી
  • વોક ઇનમાં આવેલ લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી

WatchGujarat. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યુબર્ગ સુપ્રા ટેક લેબોરેટરી દ્વારા ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે જે કાર ચાલકોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં લોકો ટુ વ્હીલર લઈને પણ આવી રહ્યા છે, પરંતુ લાઈન વધતા કેટલાક લોકો વોક ઈનમાં પણ ટેસ્ટ કરાવવા પહોચ્યાં હતાં.

GMDC ગ્રાઉન્ડમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર બંને માટે 5 સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે વોલ્ક ઈન એટલે કે, ચાલતા અથવા તો અન્ય માધ્યમથી આવતા લોકો માટે એક સેન્ટર એમ કુલ 6 સેન્ટર બનાવવામાં છે. સવારથી ચાલુ થયેલ સેન્ટરમાં ટેસ્ટ કરાવવા લાંબી લાઇન લાગી હતી. લાંબી લાઇન લાગતાં કર ચાલકોને 20 મિનિટ જેટલો સમય રાહ જોવી પડી રહી હતી. જેના કારણે કેટલાક કાર ચાલકોએ લાઈન જોઈને જ કાર પાર્ક કરીને વોક ઇનમાં ટેસ્ટ કરાવવા આવવાનું પસંદ કર્યું હતું. વોક ઇનમાં લાઈન ખૂબ ઓછી હતી અને ટેસ્ટ પણ ઝડપથી થઇ રહ્યા હતા.

વોલ્ક ઈનના સેન્ટરમાં મંડપ નાખીને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભીડ ભેગી ના થાય અને લોકો ખુરશીમાં બેસી રહે અને પોતાનો વારો આવતા જ રિપોર્ટ કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પરંતુ વોલ્ક ઈનમાં શરૂઆતમાં ટેસ્ટ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં વોલ્ક ઇનમાં રજિસ્ટ્રેશન કરી રહેલ કોમ્પ્યુટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેને લીધે અનેક લોકોએ રાહ જોવી પડી હતી.

 

ભીડ વધતા વોલ્ક ઇનમાં આવેલ લોકોને પણ ટેસ્ટ માટે ડ્રાઈવ થ્રુના સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. વોલ્ક ઇનમાં આવેલ લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી, એકની એક ખુરશી પર જ અનેક લોકો બેઠા હતા જેમાં ટેસ્ટ કરાવવા કેટલાક કોરોનાના શંકાસ્પદ પણ હતા. પરંતુ ખુરશી સેનીટાઇઝ કરવામાં આવતી ન હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud