• દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા લોકોમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધુ
  • સર્વે માટે 5000 જેટલા લોકોના સેમ્પલ લેવાયા હતા
  • અમદાવાદીઓમાં 81.63% સીરોપોઝિટિવિટી મળી આવી

WatchGujarat. કોરોના સામે લડવા માટે જરૂરી એન્ટીબોડીનું લેવલ તપાસવા માટે અમદાવાદમાં સિરો સર્વે હાથ ધરવામાં આવ્યાં હતાં. જેમાં આજે પાંચમાં અને ફાઈનલ સિરો સર્વેના આંકડા અને તારણો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં જોધપુર, વેજલપુર, દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના નાગરિકોમાં એન્ટીબોડી સૌથી વધુ પ્રમાણમાં વિકસી છે. કોરોનાની ઘાતક બીજી લહેર પછી 28 મેથી 3 જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓમાં કોરોનાની સામે લડવા જરૂરી એન્ટીબોડીનું લેવલ તપાસવા માટે દ્વારા શહેરમાં પાંચમો અને ફાઈનલ સિરો સર્વે કર્યો છે. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામ મુજબ શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા લોકોમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87% વસ્તીમાં કોવિડ એન્ટીબોડી મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સર્વે માટે 5000 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એકંદરે 81.63% સીરોપોઝિટિવિટી મળી છે. આ આંકડો પાંચમા કોવિડ સીરો સર્વેના ફાઈનલ રિઝલ્ટમાં બહાર આવ્યો છે. ફાઈનલ સીરો સર્વે પ્રમાણે , મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરોપોઝિટિવિટી વધુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ સિરો સર્વે માટે 1900 પુરુષઓના અને 2100 મહિલાઓના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી પુરુષોમાં 82% અને મહિલાઓમાં 81%માં એન્ટીબોડી મળી આવ્યા છે. આ લેટેસ્ટ રિપોર્ટ મુજબ જે લોકોને ક્યારેય કોરોના થયો નથી અથવા રસી લીધી નથી તેમની સીરોપોઝિટિવિટી 76.7% છે. આ સાથે જે લોકોને કોરોના થઈ ચૂક્યો છે અને વેક્સીનના બે ડોઝ લઈ લીધા છે તેમનામાં સીરોપોઝિટિવિટી 97.4% છે.

આ અંગે વાત કરતાં AMCના સિનિયર અધિકારીએ મિડિયાને જણાવ્યું હતું કે, “ફેબ્રુઆરી દરમિયના અમે ચોથો સીરો સર્વે હાથ ધર્યો હતો. જેમાં લીધેલા સેમ્પલમાંથી 27.92% લોકોમાં કોવિડ એન્ટીબોડી હતા. મે મહિનાના અંત સુધીમાં ડેલ્ટા વેરિયંટથી સંક્રમિત થયેલી વસ્તીનો આંક મોટો હતો. અગાઉના વેરિયંટ ડેલ્ટા વેરિયંટ જેટલા ચેપી નહોતા.”

તમને જણાવી દઈએ કે આ અગાઉ 2020માં જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ સીરો સર્વે પૂરા કર્યા હતા. જેમાં લેવાયેલા સેમ્પલમાંથી અનુક્રમે 17.6%, 23.2% અને 24.2% વસ્તીમાં એન્ટીબોડી હતા.

ફાઈનલ સર્વેમાં લેવાયેલા 4,969 સેમ્પલમાંથી શહેરની સીરોપોઝિટિવીટીના આંકડા

– સાઉથ ઝોનમાં 87.7%

– સાઉથ-વેસ્ટ ઝોનમાં 87.2%

– ઉત્તર ઝોનમાં 83.8%

– મધ્ય ઝોનમાં 81.2%

– પશ્ચિમ ઝોનમાં 79.3%

– ઉત્તર-પશ્ચિમમાં 78.8%

– પૂર્વ ઝોનમાં 74.2% સીરોપોઝિટિવિટી મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud