• રવિ પૂજારીના નામનાથી ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ પાંચ કેસોની તપાસ કરી રહી છે
  • તપાસમાં પગેરૂ શોધીને તેને બેંગ્લોરથી ગુજરાત લાવવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ટ્રાન્ઝીસ્ટ વોરંટ મેળવ્યો
  • ડોન રવિ પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી માંગવી, આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી, અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે
  • રવિ પૂજારી સહિત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું જે મામલે તેને અહિંયા લાવવામાં આવશે
Gangster Ravi Pujari, Ahmedabad Crime Branch Took Custody from Karnataka
Gangster Ravi Pujari, Ahmedabad Crime Branch Took Custody from Karnataka

WatchGujarat. અમદાવાદ ક્રાઇમબ્રાંચે વધુ એક વખત અશક્ય ગણાતા કામને શક્ય બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જેને જાણીને તમને પણ શાબાશી આપવાનું મન થશે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના બિઝનેસમેન પાસેથી ખંડણી ઉઘરાવવી, માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી જેવા સેંકડોથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.

ક્રાઇમબ્રાંચના PI એચ.એમ વ્યાસના નેતૃત્વમાં ગેંગસ્ટર રવિ પુજારીને અમદાવાદ લાવવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં રવિ પુજારી કેસની તપાસ માટે ક્રાઇમબ્રાંચ દ્વારા 11 લોકોની ટીમ બનાવાઇ હતી. જેની જવાબદારી એચ.એમ વ્યાસને સોંપવામાં આવી હતી. ડોન રવિ પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી માંગવી, આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી, અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને (Gangster Ravi Pujari) બોરસદના ફાયરીંગ કેસમા (Borsad firing case) બેંગ્લોર થઈ અમદાવાદ ક્રાઈમ (Bangalore to Ahmedabad Crime) લાવી રહી છે. રવિ પૂજારી સહિત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું. જે મામલે કુખ્યાત ડોન રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોર થઈ ટ્રાન્જીટ રિમાન્ડના આધારે લાવી રહી છે. જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

Gangster Ravi Pujari
Gangster Ravi Pujari

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિ પૂજારીના નામનાથી ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ પાંચ કેસોની તપાસ કરી રહી છે. જે કેસને લઈને એક પગેરું મળ્યું હતું. તમામ કોલ ઇન્ટરનેટના માધ્યમથી કરવામા આવ્યા છે. જેમા સાઉથ આફ્રિકા અને સીવીઝર્લેન્ડના ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેને ધરપકડ કરીને બેંગ્લોર લવાયો હતો. જ્યાંથી ટ્રાન્ઝીટ રિમાન્ડ દ્વારા ગુજરાતમાં લવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિ પુજારી વિરુદ્ધ અનેક વધારે કેસ ચાલી રહ્યા છે જ્યારે દેશમાં 200થી પણ વધારે કેસો ચાલી રહ્યા છે. જેમાં ડ્રગ્સની હેરાફેરી, ખંડણી માંગવી, માનવતસ્કરી સહિતનાં અનેક કેસોનો સમાવેશ થાય છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચ પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતી છે. હાલમાં જ ખુબ જ વિવાદિત અને બહુચર્ચિત સ્વીટી પટેલ કાંડની તપાસ પણ સ્થાનિક જિલ્લા પોલીસ પાસેથી લઈને અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપ્યાની જાહેરાત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. અશક્ય એવા કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ ઓળખાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud