અમદાવાદમાં પતિના અન્ય મહિલાઓ સાથે પ્રેમસંબંધની શંકા જતાં પરિણીતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી
મહિલા હેલ્પલાઈનની ટીમે પતિનો ફોન ચેક કરતાં ભાંડો ફૂટ્યો
8 વર્ષના બાળકના પિતા હોવા છતાં છોકરીઓને પોતે કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવતો
WatchGujarat. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક લગ્નેત્તર સંબંધનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિ પત્નીને મૂકીને બહાર બીજી ત્રણ ત્રણ પ્રેમિકા ફેરવતો હતો. પરિણીતાને પતિનો અન્ય મહિલાઓ સાથે પ્રેમસંબંધ હોવાની શંકા ગઈ હતી. જે બાદ તેણીએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મહિલા હેલ્પલાઈન 181માં પરિણીતાએ ફોન કરી કહ્યું હતું કે, મારા પતિનું અન્ય મહિલા સાથે અફેર છે. તેઓ મને શારીરિક-માનસિક ત્રાસ આપે છે. આ વાત જાણ થતાં જ હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. તેમની સાથે વાત કરતાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મારા લગ્નને 10 વર્ષ થયાં છે, મારો 8 વર્ષનો પુત્ર છે. મારો પતિ નાની નાની વાતે ગુસ્સો કરીને મને શારીરિક માનસિક ત્રાસ આપે છે. તેમજ ઘણીવાર તો બે-બે દિવસ સુધી ઘરની બહાર રહે છે. મારા પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે, જે બાબતે ઘરમાં પણ જાણ કરી હતી, પરંતુ સમાજના ડરના કારણે ઘરના લોકો શાંતિ રાખવાનું કહેતા હતા.
મહિલા હેલ્પલાઈની ટીમને સમગ્ર બાબતની જાણ થતાં તેઓએ પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે બાદ તેનો ફોનમાં વ્હોટ્સએપ ચેક કરતાં એક-બે નહિ, પરંતુ ત્રણ-ત્રણ છોકરી સાથે અફેર હોવાનું બહાર આવ્યું હતું. પોતાનો ભાંડો ફૂટી ગોય હોવા છતાં પતિએ આ સમયે પણ ખોટું બોલીને કહ્યું હતું કે, આ યુવતીઓ તો તેની બહેન સમાન છે. જોકે હેલ્પલાઈનની ટીમે આ વાતની ખરાઈ કરવા માટે ત્રણેય છોકરીઓને બોલાવીને તપાસ કરી હતી. જેમાં છોકરીઓ પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું. પોતે 8 વર્ષના એક પુત્રનો પિતા હોવા છતાં કુંવારા હોવાનું કહીને તે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો.
હકિકત સામે આવ્યા બાદ મહિલા હેલ્પલાઈનની ટીમે પતિને અન્ય છોકરીઓને ફસાવીને છેતરપિંડી કરવા બદલ કાયદાકીય કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. જે બાદ પતિએ હવેથી તે કોઈ છોકરી સાથે સંબંધ નહિ રાખે એવી બાંયધરી આપી હતી. જેથી બન્ને પતિ-પત્ની વચ્ચે મહિલા હેલ્પલાઈનની ટીમની મદદથી સમાધાન થયું હતું.