રાજ્યમાં છેલ્લા 11 મહિનામાં આગના 14 બનાવ બન્યા
ગયા વર્ષે ઓક્ટોબરમાં ફાયર સેફ્ટીને લઈ સરકારે મોટો નિર્ણય લીધો હતો
ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી
ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયરકર્મી જહેમત ઉઠાવી રહ્યા છે
પોલીસે GIDCની ફેક્ટરીઓમાં 18મીએ સર્ચ ઓપરેશન કર્યુ
WatchGujarat અમદાવાદમાં ફરી એક વાર આગની ઘટના સામે આવી છે. એસજી હાઇવે પર ગોતા નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાનો કોલ મળતા ફાયરબ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રાથમિક તબ્બકે ફર્નિચરમાં આગ લાગી હોવાના કારણે આગ વધુ પ્રસરી હોવાનું સામે આવ્યું છે. જો કે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.
રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 2020ના ઓક્ટોબરમાં જ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. તેમ છતાં રાજ્યમાં અવાર નવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે.
રાજ્યમાં ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી 11 મહિનામાં આગ લાગવાના 14 બનાવો બન્યા અને તેમાં 40 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત આ પ્રકારના બનાવોમાં 172 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અગાઉ અમદાવાદના પીરાણા ખાતે સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગનો બનાવ બન્ચા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું હતું અને 40 જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉનો બંધ કરાવ્યાં હતા. તેમ છતાં અગન બનાવો સામે આવી રહ્યા છે.
શહેરના નારોલ અને વટવા GIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં બ્લાસ્ટની ઘટના બાદ 18 જાન્યુઆરીથી અમદાવાદ શહેરના સેક્ટર 2 પોલીસ દ્વારા વટવા જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર કેમિકલના વપરાશને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વટવા અને વટવા GIDC પીઆઇ, 10 PSI અને 75 જેટલા પોલીસકર્મીઓ સાથે આજે 10થી 15 ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવી હતી.
વટવા GIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં ગેરકાયદેસર કેમિકલ સંગ્રહ અને વપરાશ તેમજ ફાયર સેફ્ટીને લઈ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આગામી દિવસોમાં FSL, GPCB અને ફાયરની ટીમોને સાથે રાખી ફેક્ટરીઓમાં તપાસ કરવામાં આવશે. જેથી કોઈ સેફ્ટી બાબતે કચાશ ન રહે અને અનિચ્છનીય ઘટનાઓ બનતી અટકાવી શકાય.