વેપારીએ અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અજાણ્યો યુવક વેપારીને વર્ષ 2019થી અલગ અલગ રીતે તેમની દીકરીને અન્ય યુવક સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા પત્રવ્યવહાર કરી ધમકી આપતો હતો
WatchGujarat. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો વેપાર કરતા એક વેપારીએ અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા યુવક વેપારીને વર્ષ 2019થી અલગ અલગ રીતે તેમની દીકરીને યુવક સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા પત્રવ્યવહાર કરી ધમકી આપી રહ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો વેપાર કરતા વેપારીની 2 પુત્રી છે,. જે પૈકી મોટી દીકરી સ્ટુડન્ટ વિઝા મારફતે એક વિદેશમાં અભ્યાસ કરે છે. જયારે નાની દીકરી અદાણી એન્જીન્યરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં તેમની દીકરીની શોશિયલ મીડિયામાં એક યુવકે મેસેજ કરેલ કે પ્રફુલ (નામ બદલેલ છે) સાથે વાત કરે છે તે બંધ કરી દે. નહીં તો પપ્પાને કહી દઈશ. જેથી દીકરીએ તે મેસજ વેપારીને બતાવ્યો હતો.જોકે ત્યારે તે બાબતને સામાન્ય ગણી વેપારીએ તે વાત ઉપર ધ્યાન આપ્યું ન હતું.
ત્યાર બાદ તે જ યુવકે વેપારીને ફેસબૂક ઉપર તેમની દીકરી અને પ્રફુલના ફોટો મોકલી આપ્યા હતા. જે ફોટો વેપારીએ દીકરીને બતાવતા દીકરીએ જણાવ્યું હતું કે, પ્રફુલ તેની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જોકે ત્યાર બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં વેપારીના ઘરે 2 પત્રો આવ્યા હતા અને જેમાં તેમની દીકરી સાથે પ્રફુલનો ફોટો હતો અને સાથો સાથ લખાણ હતું કે, પ્રફુલથી દૂર રહેવું. જોકે, વેપારીએ તપાસ કરતા પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વેપારીની દીકરીના ફોન ઉપર વોટ્સએપ કોલિંગ અને મેસેજ આવ્યા હતા. જેમાં પ્રફુલ સાથે કેમ બોલે છે તેની સંબંધ તોડી નાખ લખ્યું હતું.
અજાણ્યો યુવક વેપારીની દીકરીનું સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો. પરંતુ છેલ્લે ગત તા. 7 એપ્રિલ 2021ના રોજ ફરી એક પત્ર વેપારીના ઘરે આવ્યો. જેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે, અભી ભૂલે નહીં હૈ, ફોટો હૈ હમારે પાસ ઔર પ્રફુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ વગેરે ધમકીભર્યો પત્ર હતો. જોકે વેપારીની પુત્રી કોઈ પૃલ સાથે વાત કરતી ન હોય તેમજ કોઈ પ્રફુલને ઓળખતી ન હોય તેમ છતાં સતત પત્ર અને સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યો યુવક હેરાન કરતો હોવાથી વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસેગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.