• ત્રણ બાળકી જીવિત તેમજ એક બાળકીને મૃત હાલતમાં તરછોડી દેવામાં આવી હતી
  • સમગ્ર મામલે વેજલપુર, એલિસબ્રિજ અને શાહીબાગ પોલીસે બાળકીને તડછોડનાર માતાની તપાસ શરૂ કરી છે.

WatchGujarat અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં બાળકીઓને ત્યજી દેવાની ચાર ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાંથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. તેમજ એલિસબ્રિજના કોચરબ આશ્રમ નજીક કચરો ભરેલી ગાડીમાંથી મૃત હાલતમાં બાળકી મળી આવી હતી. આ ઉપરાંત વેજલપુરના ફતેહવાડીમાં રોડ પરથી એક બાળકી મળી આવી છે. ત્યારે અન્ય એક કિસ્સામાં વેજલપુરમાંથી જ ગાડી નીચે થી એક બાળકી મળી આવી હતી. સમગ્ર મામલે વેજલપુર, એલિસબ્રિજ અને શાહીબાગ પોલીસે બાળકીને તડછોડનાર માતાની તપાસ શરૂ કરી છે. આ તમામ કિસ્સાઓ પૈકી વેજલપુરમાં બાળકી મળ્યાના બનવામાં એક મહિલા સીસીટીવીમાં કેદ થઈ છે.

શહેરના ત્રણ વિસ્તારમાં 4 બાળકીઓને તરછોડી દેવાની ઘટના બની હતી. જેમાં બાળકીને તરછોડી દેવાની ઘટનામાં પોલીસે તપાસનો ઘમઘાટ શરૂ કર્યો હતો. ત્યારે તપાસ દરમિયાન વેજલપુર ખાતે એક મહિલા બાળકીને તરછોડીને ભાગતી CCTVમાં નજરે પડી હતી. પોલીસે સીસીટીવી મેળવીને આ મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. CCTVમાં મહિલા બાળકીને લઈને જતી જોવા મળી રહી છે. જે બાદમાં તે ખાલી હાથ પરત ફરતી પણ એક કેમેરામાં કેદ થઈ છે. આ દરમિયાન તેની સાથે એક અન્ય બાળક પણ નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસમાં બે જીવિત હાલતમાં નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ફતેહવાડીથી શાસ્ત્રી બ્રિજ તરફ જવાના રોડ પરથી સરફુદ્દીન મન્સૂરી નામના વ્યક્તિ પસાર થતા હતા ત્યારે જાંબલી કલરના સ્વેટરમાં કંઈક લઈને કૂતરું જતું હતું. જેથી તેઓને શંકા જતા ત્યાં જઈને કૂતરાના મોઢામાંથી આ સ્વેટર લઈ લીધું હતું. તેમણે જોયું તો તેમાં નવજાત બાળકી જીવિત હાલતમાં હતી. ઘરે જઈને આ બાળકીને સાફ કરીને તેમના પત્નીએ આ બાળકીને દૂધ પીવડાવી પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા કિસ્સામાં શ્યામસુંદર સોસાયટીમાં કાર નીચે ગુલાબી બાબશૂટ પહેરેલી બાળકી રડતી હતી. ત્યારે નજીકમાં કેટલાક લોકો ભેગા થયા હતા. ત્યારે બાળકીનો રડવાનો અવાજ સાંભળતા ત્યાં રહેતા શિશુપાલસિંહ જાડેજાએ જઈને તપાસ કરી તો કાર નીચે ગુલાબી બાબશૂટ પહેરેલી બાળકી રડતી મળી આવી હતી. જેથી તેઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ બાળકીનો કબ્જો મેળવી ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે.

આ રીતે શહેરમાં બે જ દિવસમાં ચાર-ચાર નવજાત બાળકી મળી આવી છે. જેમાં એક બાળકી મૃત હાલતમાં તો ત્રણ બાળથી જીવતિ મળી આવી છે. આ બાળકીઓને ક્યા કારણોસર જન્મ આપનાર માતાએ ત્યજી છે, તેમજ ત્યજી દેનાર કોણ છે તેની શોધખોળ પોલીસ શરૂ કરી છે. હાલ ત્રણે જીવિત બાળકીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud