• થોડા દિવસ બાદ આ ગઠીયાએ ફરિયાદીને ફોર્મ ભરવા માટે ગાંધીનગર સેકટર 30 ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય પર પણ બોલાવ્યા હતા.
  • ટીવીમાં ફ્રોડના સમાચારના જોઇ પોતાની સાથે છેતરપિંડી થી હોવાનો ખ્યાલ આવ્યો

WatchGujarat કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકની નોકરી આપવાના બહાને દંપતી સાથે સાડા છ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પતિના મિત્ર મારફતે થયેલ ઓળખાણમાં આરોપીએ ફરિયાદીને ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરી અપાવી આપવાની લાલચ આપી હતી.

શહેરના રખિયાલ વિસ્તારમાં લીલાબેન સુનિલભાઈ ક્રિશ્ચયન પરિવાર સાથે રહે છે. લીનાબેન ખોખરાની સેવન્થ-ડે સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. અને તેમના પતિ કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે. તન વર્ષ પહેલા તેમના પતિના મિત્ર અમજાદભાઈએ રાજપીપલાના ઈકબાલ ભાઈ સાથે મુલાકાત કરાવી હતી. મુલાકાત દરમિયાન ઇકબાલ ભાઈએ લાલચ આપી હતી કે, ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરીની જગ્યા છે. મારી ઓળખાણ છે, હું તમારી પત્નીને ત્યાં લગાવી દઈશ. જેના બદલામાં ઇકબાલભાઇએ રૂપિયા 15 લાખની માંગણી કરી હતી.

જેથી તેઓને ઇકબાલની વાત પર વિશ્વાસ થયો ન હતો. ત્યારબાદ ઇકબાલે તમેને વિશ્વાસ ના આવતા સી. ટી.એમ ચાર રસ્તા અને વડોદરા એમ બે વખત મુલાકાત માટે બોલાવ્યા હતા. જ્યાં ઇકબાલે તમો ચિંતા કરશો નહીં કોઈ ચીટિંગ થાય તેવું નથી તેમ જણાવી લીનાબેન અને તેમના પતિને પોતાની જાળમાં ફસાવવા માટે વિશ્વાસ રાખવાનુ કહ્યું હતું. અંતે દંપતીએએ તેમના પરિવારની હાજરીમાં વીડિયોગ્રાફી કરી રૂપિયા સાડા છ લાખ આપ્યા હતા. અને બાકી રહેતા રૂપિયા નોકરી લાગ્યા બાદ આપવાનું જણાવ્યું હતું.

થોડા દિવસ બાદ આ ઇકબાલે દંપતીને ફોર્મ ભરવા માટે ગાંધીનગર સેકટર 30 ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય પર પણ બોલાવ્યા હતા. જ્યાં અન્ય બે ઈસમો પણ હાજર હતા. જ્યાં ફોર્મ ભરાવી અમે સબમિટ કરી દેશું. તેવી ખાતરી આપી, ત્રણ મહિના બાદ નોકરીનો કોલ લેટર આવશે. તેમ જણાવ્યું હતું. જોકે ત્રણેક મહિના બાદ પણ નોકરી માટેનો કોલ લેટર ના આવતા અંતે દંપતીએ ઈકબાલનો સંપર્ક કર્યો હતો.

ત્યારે ત્રણ દિવસ બાદ રજીસ્ટર એ.ડીથી કેન્દ્રીય વિદ્યાલય ગાંધીનગર ખાતે હાજર થવાનો કોલ લેટર પણ મોકલી આપ્યો હતો. બાદમાં હાજર કરવા માટે અલગ અલગ બહાના બતાવ્યા હતા. જોકે અંતે તેણે પોતે લીધેલા રૂપિયા પરત આપવા માટેની પણ ખાતરી આપી હતી. પરંતુ રૂપિયા પરત આપ્યા ના હતા.

દરમિયાન લીનાબેન ટીવી પર ન્યુઝ જોતા હતા. ત્યારે તેમને આ ઇકબાલને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફ્રોડના કેસમાં પકડ્યો હોય અને તેને ટીવી પર બતાવ્યો હોવાથી પોતાની સાથે પણ છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમણે ઇકબાલ ખત્રી સહિત અન્ય બે શખ્સો મળી ત્રણ લોકો વિરુદ્ધ રખિયાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud