અમદાવાદમાં એક અજબ ગજબનો કિસ્સો સામે આવ્યો, ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં યુવકે ત્રણ લોકો સામે નોંધાવી છેતરપીંડીની ફરીયાદ
ગર્લફ્રન્ડ પર તાંત્રિક વિધિ કરવાના બહાને ટુકડે-ટુકડે રોકડા અને નેટ બેકિંગથી રૂપિયા પડાવી લીધા
WatchGujarat. પ્રેમિકાને પામવા માટે પ્રેમી કેટલી હદ સુધી જઇ શકે છે, તેવા અનેકો કિસ્સો આપણે જોયા અને સાંભળ્યા પણ હશે, પરંતુ અમદાવાદના મકબરા વિસ્તારમાં રહેતા યુવાનનો આ કિસ્સો અત્યાર સુધીના તમામ કિસ્સાઓને વટાવી જાય તેવો છે. જ્યાં ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખ થતાં એક પરિચિતના સંપર્કથી બોયફ્રેન્ડ તાંત્રિક પાસે વિધિ કરાવવા માટે પહોંચ્યો હતો. જોકે તાંત્રિક જુદી જુદી વિધિના બહાને ધીમે ધીમે આ યુવાન પાસેથી રૂ. 43,65,900 ની રકમ પડાવી લીધી હતી. બાદમાં પોતે છેતરાયો હોવાનુ ભાન આવતા યુવક આખરે પોલીસના શરણે પહોંચ્યો હતો. જેથી આ મામલે ઘાટલોડીયા પોલીસે આ મામલે ગુનો નોંધી ઢોંગી તાંત્રિક સહિત ત્રણની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના મકરબા વિસ્તારમાં રહેતા અજય પટેલ અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે થોડા સમય પહેલા કોઇક બાબતે મનદુઃખ થયું હતુ. જેથી તેની ગર્લફ્રેન્ડ વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતુ. અજય તેની ગર્લફ્રેન્ડને છોડવા માગતો ન હોવાથી તે ધનશ્યામભાઇ નામની વ્યક્તિ થકી ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા તાંત્રિક અશોકભાઇ જોષી તેમની પત્ની અને ગુરૂજીના સંપર્કમાં આવ્યો હતો. અજય પટેલે તેની અને ગર્લફ્રેન્ડ અંગેની સમસ્યા જણાવી હતી. તેમજ ઘરમાં નાની મોટી તકલીફ અંગે પણ જાણ કરી હતી. જેથી આ તમામ સમસ્યાઓનુ નિવારણ કરવા માટે તાંત્રિકે જુદી જુદી વિધિ કરવાનુ જણાવ્યું હતુ.
તાંત્રિકની વાતમાં ગર્લફ્રેન્ડ અને ઘરની સમસ્યા દુર કરવા જુદી જુદી વિધિ કરાવવાનુ શરૂ કર્યું હતુ. જેમાં ધીમે ધીમે વિધિના બહાને રોકડ તેમજ નેટ બેકિંગથી તાંત્રિકે અજય પટેલ પાસેથી રૂ. 43,65,900 ની રકમ પડાવી લીધી હતી. આખરે કોઇ ફાયદો ન તથાં યુવકને ભાન આવ્યું કે તે છેતરાયો છે, જેથી તેણે આ મામલે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે અનિલ જોષી, તેમના પત્ની અને ગુરૂજી વિરૂધ વિશ્વાઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
- અમદાવાદમાં એક અજબ ગજબનો કિસ્સો સામે આવ્યો, ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં યુવકે ત્રણ લોકો સામે નોંધાવી છેતરપીંડીની ફરીયાદ
- ગર્લફ્રન્ડ પર તાંત્રિક વિધિ કરવાના બહાને ટુકડે-ટુકડે રોકડા અને નેટ બેકિંગથી રૂપિયા પડાવી લીધા