• રાહદારીઓને ઓછી કિંમતમાં અને શુદ્ધ આરઓ પાણી મળી રહે તે માટે AMCએ વ્યવસ્થા ઉભી કરી
  • અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં હવે વોટર એટીએમ મૂકવામા આવ્યા
  • 200 ml, 1 લીટર, 5 લીટર અને 20 લીટરની મર્યાદામાં પાણી મળશે. માત્ર 2 રૂ, 5 રૂ, 15 રૂ અને 25 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે.

WatchGujarat બેંક એટીએમ શબ્દ તમે સાંભળ્યો હશે. પરંતુ હવે અમદાવાદ શહેરના 16 જાહેર સ્થળો પર વોટર એટીએમનો પાયલોટ પ્રોજેકટ એએમસી મૂક્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં હવે વોટર એટીએમ મૂકવામા આવ્યા છે. માત્ર નોર્મલ ચાર્જ સાથે શુદ્ધ પીવાનુ પાણી મળશે.

અમદાવાદ શહેર હેરિટેજ સિટી સાથે સ્માર્ટ સિટી પણ છે . અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અનેક સ્માર્ટ પ્રોજેક્ટ અમલમા મુકાયા છે. ત્યાર વધુ એક લોક ઉપયોગી કામ અમદાવાદ મહાનગરાલિકાએ કર્યું છે. ઉનાળાની સિઝનમાં પાણી પીવા પર વધુ ભાર મુકાય છે. ત્યારે રાહદારીઓને ઓછી કિંમતમાં અને શુદ્ધ આરઓ પાણી મળી રહે તે માટે એએમસીએ વ્યવસ્થા ઉભી કરી છે. શહેરમાં હાલ પાયલોટ પ્રોજેકટ તરીકે શહેરના ગાર્ડન અને જાહેર રસ્તાઓ પર વોટર એટીએમ પીપીપી મોડલ પ્રોજેકટ તૈયાર કરાયો છે. હાલ પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પરંતુ સામાન્ય જનતા માટે હજુ ખુલ્લો મુકાયો નથી.

AMC સ્માર્ટ સિટી ડેપ્યુટી જનરલ મેનેજર પલકેશ પરીખે જણાવ્યું હતું કે, AMC દ્વારા શહેરમાં વોટર ATM યોજના બનાવામા આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ શરૂ કરવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં શહેરમાં 16 સ્થળો પર વોટર ATM મૂકવામા આવ્યા છે. 200 ml, 1 લીટર, 5 લીટર અને 20 લીટરની મર્યાદામાં પાણી મળશે. માત્ર 2 રૂ, 5 રૂ, 15 રૂ અને 25 રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે. ATM માંથી શુદ્ધ પાણી પેકેજ વોટર કરતા સસ્તા ભાવે મળશે. ગણતરી ના દિવસોમાં શહેરીજનો લાભ લઇ શકશે.

વોટર એટીએમ અન્ય રાજ્યના કેટલાક શહેરમાં ચાલી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત શહેરમાં વોટર એટીએમ મૂકી શહેરના અનેક લોકોને માત્ર નજીવા દરે શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ગરમીની સિઝન છે પાણી વધારે જોઇએ છે ત્યારે શુદ્ધ પાણી પીવાથી પાણીજન્ય રોગચાળો પણ અટકી જશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud