• IIM- A સંસ્થા તરફથી કેમ્પસમાં કરવામાં આવેલા RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા હતા
  • અત્યાર સુધી કેમ્પસમાં 137 કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 54 હજુ પણ ક્વોન્ટાઈન હેઠળ છે.
  • આ સાથે જ સંસ્થા તરફથી કેમ્પસમાં જ એક ક્વોન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

WatchGujarat ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A)માં મંગળવારે કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 191 પર પહોંચી ગયો છે. રવિવારે જ IIM-Aના 45 વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. દરમિયાન IIM અમદાવાદના કોવિડ-19 ડેશબોર્ડ અનુસાર, કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 191 પર પહોંચી છે. જેમાંથી 86 વિદ્યાર્થીઓ, 4 ફેકલ્ટી મેમ્બર્સ અને 41 ઑન એન્ડ ઑફ કેમ્પસ સ્ટાફનો સમાવેશ થયો છે.

 

IIM અમદાવાદના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે, અત્યાર સુધી કેમ્પસમાં 137 કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 54 હજુ પણ ક્વોન્ટાઈન હેઠળ છે. આ તમામ લોકો સંસ્થા તરફથી કેમ્પસમાં કરવામાં આવેલા RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા હતા.

આ સાથે જ સંસ્થા તરફથી કેમ્પસમાં જ એક ક્વોન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓને અલગ-અલગ રાખવામાં આવે છે. કોરોના પોઝિટિવ મળી આવેલા તમામની ડૉક્ટર્સ અને સંસ્થાની ટીમ નિયમિત રીતે તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહી છે, માર્ચના બીજા સપ્તાહથી IIM અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. જે બાદ આ આંકડો વધીને 191 પર પહોંચી ગયો છે. છેલ્લા 210 દિવસોમાં સંસ્થાએ કોરોના વાઈરસની તપાસ સામે રેપિડ એન્ટીજન અને RT-PCRના 3,900થી વધુ ટેસ્ટ કર્યા છે.

ગુજરાતમાં મંગળવારે 2,220 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. જે બાદ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 3,05,338 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે 10 સંક્રમિતોના મરણ બાદ કુલ 4510 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં રાત્રિ કરફ્યુ પણ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud