શરીરની બંને કિડની ફેઇલ થઈ ગઈ પગ પણ બીમારીને કારણે જતા રહ્યા છતાં હિંમત ન હારી
તેઓ નાનપણથી કિડની ફેલ્ચોરની સમસ્યાથી પીડાય છે. છતાં દેશ વિદેશમાં પહોંચીને લોકોને મોટિવેશન આપે છે
જેને કારણે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (India Book of World Records) સ્થાન મળ્યું છે
ખરા અર્થમાં વ્યક્તિ પોતે જ પોતાની મદદ કરી શકે છેઃ હાર્દિક પંડ્યા
WatchGujarat. આજના સમયમાં લોકો નાની એવી મુશ્કેલી આવતા પણ ભાંગી પડે છે. થોડું દુઃખ મળતા પોતાનું જીવન પણ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે અમદાવાદની એક એવી વ્યક્તિ પણ છે જેને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને આજે સફળતા પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં અન્ય લોકોને પણ તે મોટિવેશન આપે છે.
આ વાત છે અમદાવાદ શહેરના હાર્દિક પંડ્યાની. જેમને શરીરની બંને કિડની ફેઇલ થઈ ગઈ પગ પણ બીમારીને કારણે જતા રહ્યા છતાં હિંમત હારી ન હતી. હાર્દિકભાઈ નાનપણથી કિડની ફેલ્યોરની સમસ્યાથી પીડાય છે. છતાં તેઓ દેશ વિદેશમાં પહોંચીને લોકોને મોટિવેશન આપે છે. તેઓ હંમેશા લાઇફ ઇઝ અ ફેસ્ટિવલ એવું વિચારીને જીવતા આવ્યાં છે.
આવી પોઝિટિવ થિંકિંગ સાથે જીવનાર હાર્દિક પંડ્યા મોટિવેશનલ સ્પીકર છે. તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ તેઓ દેશ-વિદેશમાં અનેક જગ્યાએ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેને કારણે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (India Book of World Records)સ્થાન મળ્યું છે. આ અંગે વાત કરતાં તેમને જણાવ્યું હતું કે, શાળામાં જ્યારે તેઓ જતા ત્યારે તેમનું આત્મબળ ઘણું ભાંગી પડતું. પરંતુ ધીમે ધીમે તેઓ જાતે પોતાને શીખ આપતા ગયા. સમયાંતરે તેઓ શીખ્યા કે ખરા અર્થમાં વ્યક્તિ પોતે જ પોતાની મદદ કરી શકે છે. તેઓ પહેલા દર અઠવાડિયે 3 વાર ડાયાલિસિસ કરતા હતા હવે માત્ર 2 વાર તેઓ ડાયાલિસિસ માટે જાય છે.
ઉલ્લેખનીય છે કે તેઓ પહેલેથી દિવ્યાંગ ન હતા. પરંતુ હાર્દિક પંડ્યાની શારીરિક યાતનાઓ એટલી હતી કે સામાન્ય વ્યક્તિનું મનોબળ તૂટી જાય. હાર્દિક પંડ્યા કિડની ફેલ્યોરને કારણે દર અઠવાડિયે 2 વખત ડાયાલિસીસ માટે જાય છે. મોટિવેશનલ સ્પીકર હોવાને નાતે તેમને માત્ર બીજાની નહીં પરંતુ પોતાની જિંદગીમાં પણ બદલાવ જોયો છે. તેઓ દરેક મુશ્કેલીનો હસતાં હસતાં સામનો કરે છે.
હાર્દિક પંડ્યાના પિતા કલ્પદેવ પંડ્યાએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ હાર્દિકને હમેશાં હસતા જોવા માંગે છે. નાનપણમાં હાર્દિકની તકલીફથી ઘણી તકલીફ તેમને થતી પણ આજે તેઓ પોતાની પરિસ્થતિ સાથે જાતે જીવે છે તેને કારણે ગર્વ અનુભવે છે. એટલું જ નહીં આજે હાર્દિક પંડ્યાને દેશ વિદેશમાં સૌ કોઈ ઓળખે છે. હાર્દિક પંડ્યા હાલ સામાજિક જવાબદારી બખૂબી નિભાવે છે. ઓરા હીલિંગ એક્સપર્ટ તરીકે તેમને સમાજમાં નામના મેળવી છે જેને લઇને તેમને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. હાર્દિક પંડ્યા દરેક એવા વ્યક્તિ માટે પ્રેરણા રૂપ છે જે સરળતાથી હાર માની લે છે.