• જન્મ બાદ બાળકીને ગળા અને મોઢાના ભાગે કુદરતી સફેદ ડાઘ હોવાથી સાસરિયાઓએ તેને અપશુકનિયાળ ગણી
  • રિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

WatchGujarat. પરિવારમાં પુત્રીનો જન્મ થતા જ પુત્રવધૂને ત્રાસ આપતા હોય છે. તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો શહેરના નવરંગપુરા વિસ્તારમાં બનાવા પામ્યો છે. જેમાં બાળકીને રાખવા સાસરિયાઓ તૈયાર નથી. સમાજના આવા લોકોને પુત્ર જન્મની ઘેલછા હોય છે. આથી દીકરીનો જન્મ થાય એટલે સાસરિયાઓ પોતાની જૂનવાણી માનસિકતા બતાવતા હોય છે.

તાજેતરના કિસ્સામાં એક પરિણીતાએ લગ્ન બાદ દીકરીને જન્મ આપ્યો હતો. જન્મ બાદ આ બાળકીને ગળા અને મોઢાના ભાગે કુદરતી સફેદ ડાઘ હોવાથી સાસરિયાઓએ તેને અપશુકનિયાળ ગણી પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના નવરંગપુરામાં રહેતી 36 વર્ષીય મહિલાના વર્ષ 2012માં ડીસા ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા શાહપુર ખાતે સાસરે રહેવા આવી હતી. વર્ષ 2013માં પરિણીતાએ એક પુત્રીને જન્મ આપતા સાસરિયાઓને ગમ્યું ન હતું. જેથી પરિણીતાને પિયરમાં સાસરિયાઓ લેવા ન આવતા તે નવ માસ ત્યાં જ રહી હતી. બાદમાં પરિણીતા જાતે જ સાસરે રહેવા આવી હતી. ત્યાં પુત્રીને ગળા અને મોઢાના ભાગે સફેદ ડાઘ હોવાથી સાસરિયાઓએ તેને અપશુકનિયાળ માન્યું હતું.

આ બાબતે પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપી માર મારી વર્ષ 2015માં કાઢી મૂકી હતી. દીકરીને લઈને જ્યારે પરિણીતા રહેવા ગઈ ત્યારે સસરાએ દીકરી સાથે ન રહેવા દેવાની ધમકી આપી હતી. બાદમાં દીકરીને લઈને પરત તેમના ઘરે આવી તો પરિણીતા અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા તેના આધારે આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે આ મામલે પતિ કેહુલકુમાર અશોકકુમાર દોશી, સસરા અશોકકુમાર અમૃતલાલ દોશી, સાસુ અલ્કાબેન અશિકકુમાર દોશી, નણંદ વૈરાગી અશોકકુમાર દોશી અને દિયર જૈનમ અશોકકુમાર દોશી વિરુદ્ધ મારઝૂડ અને દહેજની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud