સાતેક વર્ષ પહેલા તેના ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા યુવક સાથે તેને મિત્રતા થઈ હતી
ગંભીર હાલતમાં ઘાયલ યુવતીને હોસ્પિટલ ખસેડાઈ
પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
WatchGujarat શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી સ્વરૂપવાન યુવતીને ફ્લેટમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો. મધ્યમ પરિવારની આ યુવતીને ઘરની જવાબદારી પણ હતી. જેથી પરિવારજનોના કહેવાથી યુવતીએ સગાઈ રાજસ્થાનના સમાજના યુવક સાથે કરી લીધી હતી. ત્યારે યુવતીએ પ્રેમીને સંબંધ ન રાખવા જણાવ્યું હતું. પણ પ્રેમી પ્રેમમાં પાગલ હતો અને તેને યુવતી અને તેના મંગેતર ને ધમકી આપી હતી કે "તું મારી નહિ તો કોઈની નહિ". યુવતી જ્યારે મંગેતર સાથે વીડિયો-કોલ પર વાત કરતી હતી ત્યારે જ પ્રેમી આવ્યો અને તેણે યુવતીનું મોઢું દબાવીને છરીના ઉપરાછાપરી 3 ઘા મારી મારી દેતા યુવતીને હોસ્પિટલ ખસેડાવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનની 26 વર્ષીય યુવતી તેના માતા પિતા અને બે બહેનો સાથે પૂર્વ વિસ્તારમાં રહે છે. યુવતી છૂટક સિલાઈ કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન કરે છે.ઘણા વર્ષોથી એક જ સોસાયટીમાં રહેતી યુવતીની આજથી સાતેક વર્ષ પહેલા તેના જ ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા જીમ્મી નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. થોડા સમયબાદ આ મિત્રતા પ્રેમમાં પણ પરિણમી હતી. પરંતુ ઘરમાં આ યુવતી મોટી હોવાથી તેની ઉપર ઘરની જવાબદારી વધુ હોવાથી લગ્ન કરી શકાય તેમ ન હોવાનું તેણે જીમ્મી ને જણાવ્યું હતું.
બીજી તરફ યુવતી પોતાના પ્રેમ સંબંધ વિષે પરિવારને જાણ કરી શકી ન હતી. દરમિયાન માતાપિતા ના કહેવાથી યુવતીએ રાજસ્થાનના યુવક સાથે વર્ષ 2020 માં સગાઈ કરી લીધી હતી.સગાઈ કર્યાબાદ યુવતીએ જીમ્મી ને પણ અન્ય યુવક સાથે સગાઈ થયાની જાણ કરી હતી અને જીમ્મી સાથેના પ્રેમ સંબંધનો અંત લાવવા જણાવ્યું હતું. પરંતુ અડિયલ જીમ્મી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને યુવતીની વાત માનતો ન હતો. જો કે યુવતીએ પણ આ વાત તેના ઘરે કરી ન હતી.
જીમ્મીને સગાઇ બાબતે જણાવ્યા છતાં આવાર નવાર હેરાન કરતો હોવાથી થોડા માસ અગાઉ યુવતીએ તેના પરિવારને જીમ્મી હેરાન કરતો હોવાનું જાણ કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા જીમ્મી એ યુવતીના મંગેતર ને ફોન કરી સગાઈ તોડી નાખવા ધમકી આપી હતી. જીમ્મી અવાર નવાર યુવતીને "તું મારી નહિ તો કોઈની નહિ, મારી સાથે લગ્ન કરી લે નહિ તો તને અને તારા મંગેતર ને જીવતા નહિ છોડું" જણાવી તેવી ધમકી આપતો રહેતો હતો. યુવતીના સમજાવ્યા બાદ પણ જીમ્મીને તેને અને મંગેતરને હેરાન કરવાનું બંધ કરતો ન હતો.
સોમવારના રોજ યુવતી નિત્ય ક્રમ પ્રમાણે મંગેતરનો વિડીયો કોલ આવતા યુવતી સીડીમાં બેઠી બેઠી વાત કરતી હતી. ત્યારે જ ધાબેથી જીમ્મી આવ્યો હતો અને તેણે યુવતીનું મોઢું દબાવી દીધું હતું. યુવતી પોતાને મુક્ત કરવા પ્રયાસ કરતી હતી તેવામાં જીમ્મી એ યુવતીને છરી ના ત્રણેક ઘા મારી દીધા હતા. જોકે લોકો આવી જતા જિમ્મી ત્યાંથી ભાગી ગયો હતો. સ્થાનિકોએ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ઓઢવ પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. ઓઢવ પોલીસે આ મામલે જીમ્મી વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.