• શહેરમાં છેલ્લા 9 વર્ષમાં 42176 જેટલા બાંધકામો સરકારી ચોપડે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા
  • કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ તમામ ડેટા હોવા છતાં હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં
  • ફક્ત નોટિસો અને દબાણ હટાવીને કાર્યવાહી થતી હોવાથી ભુમાફિયાઓ બેફામ થયા

WatchGujarat. અમદાવાદમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં કોર્પોરેશન કરતા ભુમાફિયાઓ પાસે કોર્પોરેશનની વધુ જમીનો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં છેલ્લા 9 વર્ષમાં 42176 જેટલા બાંધકામો સરકારી ચોપડે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોર્પોરેશન પાસે તમામ ડેટા હોવા છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ભુમાફિયાઓએ શહેરના 42 હજાર જેટલા એકમો પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. જે જમીનો ભુમાફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી છે તે વપરાશમાં ન આવતી હોય તેવી છે. અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ પાસે આ મામલાને લગતા તમામ ડેટા ઉપલબ્ધ હતાં. છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પચાવી પડાયેલી આ જમીનો ઉપર ભૂમાફિયાઓએ દિવસના અજવાળામાં ગેરકાયદેસર બાંધકામો કરી નાખ્યા છે. જેની કોર્પોરેશનને જાણ સુધ્ધા નથી. અમદાવાદ શહેરમાં અધધ ગેરકાયદેસર બાંધકામો બની ગયા છે. તમામ ડેટા હોવા છતાં કોર્પોરેશન આંખ આડા કાન કરીને બેઠી છે. કોર્પોરેશન આવા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરી નથી રહી.

નોંધનીય છે કે શહેરમાં છેલ્લા 9 વર્ષમાં 42176 જેટલા બાંધકામો સરકારી ચોપડે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા છે. ત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં કોર્પોરેશનની કામગીરી સામે પ્રશ્ન ઉભો થાય છે. મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારની 2012ની ઇંપેક્ટ ફીના કાયદા મુજબ 2.50 લાખ જેટલી અરજીઓ આવી હતી. જે બાદ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં તે પૈકી 1,28,049 અરજીઓ માન્ય રાખવામાં આવી હતી. જોકે બાકીની મિલકતો પર હજુ પણ દબાણ યથાવત છે. જે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

આ મામલે વાત કરતાં એસ્ટેટ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મિડિયાને જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમ જેમ ગેરકાયદે બાંધકામ તોડવાની મજૂરી મળે છે તેમ તોડવામાં પણ આવે છે.
સરકારી જમીનો પરના દબાણોના ઝોન મુજબ આંકડા

પૂર્વ ઝોન – 23117
પશ્ચિમ ઝોન – 2120
ઉત્તર ઝોન – 5331
દક્ષિણ ઝોન – 5915
નવો પશ્ચિમ ઝોન – 5693
કુલ – 42176

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud