કારમાં બેઠેલા કર્મચારી પાસેથી લૂંટારું બેગ લઈને એક્ટિવા પર નાસ્યો
કર્મચારી પાસેથી અઢી કરોડની લૂંટ કરી ભાંગતા લૂંટારુંને પોલીસે ઝડપી પાડ્યો
એક્ટિવાને પાછળથી અન્ય કર્મચારીએ રોકવા પ્રયાસ કર્યો હતો
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
WatchGujarat. અમદાવાદ શહેરમાં આજે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. જેમાં શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં બપોર બાદ 2 કરોડની લૂંટનો બનાવ બન્યો છે. આ મામલે મળતી વિગતો અનુસાર વસ્ત્રાપુર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટારુંએ આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને અઢી કરોડની લૂંટ કરી હતી.
https://youtu.be/2OVum7Jrcak
પ્રાપ્ત વિગતો અનુસાર મહેન્દ્ર સોમા પટેલની પેઢીનો કર્મચારી આ લૂંટારુનો ભોગ બન્યો છે. જોકે આ લૂંટને અંજામ આપી ફરાર થતાં લૂંટારુંને સફળતા મળી નહોતી. જ્યારે લૂંટારું પૈસાનું બેગ લઈને ભાગી રહ્યો હતો ત્યારે નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે આ લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક એક્ટિવા પર બૂકાનીધારી લૂંટારું આવે છે. આવીને પાસે રોડ પર ઊભેલી કારનો પાછળથી દરવાજો ખોલે છે અને તેમાંથી રૂપિયા ભરેલો નાણાનો થેલો લઈને નાસી છૂટે છે. જ્યારે એક્ટિવા પર લૂંટારું નાસવા જાય છે ત્યારે ત્યાં ગાડીની પાસે ઊભેલો શખ્સ તેને રોકવા માટે પાછળથી એક્ટિવા પકડી રાખે છે. આ દરમિયાન આસપાસના લોકો પણ તેની પાછળ પાછળ ભાગે છે. જોકે તેને આ લૂંટમાં સફળતા ન હોતી મળી. આગળ ઉભેલી પોલીસે લૂંટારુંને પકડી પાડ્યો હતો.