• ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી રાજીનામુ આપ્યું છે જેથી રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે : પરેશ ધાનાણી
  • 2017માં ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠકના ધારાસભ્ય બન્યા ઇમરાન ખેડાવાલા

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. રાજ્યની 6 મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજનારી છે. ત્યારે આજરોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને પગલે ઘણા ઉમેદવારના ઉમેદવારી ફોર્મમાં વિવિધ ભૂલો સામે આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કેટલાક ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રદ પણ થઈ રહ્યાં છે. બીજી તરફ ભાજપ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને કોંગ્રેસમાં અમદાવાદના બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં તેમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. ત્યાર બાદ ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની ચૂંટણી અપક્ષ તરીકે લડીને જીતી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી એ જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. જોકે 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી હતી. ત્યારે 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો. 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.

દરમિયાન 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં અમદાવાદના બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જોકે આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud