• દીકરો જણ્યો છે, તો પિયરમાંથી બધું લઈ આવ, મરી જજે પાછી આવતી નહીં”
  • મારા દીકરાનું મોઢું જોઈને બેસી રહી છું, નહીંતર ક્યારની મરી ગઈ હોત’
  • પતિ-પત્ની પુત્ર અને આપઘાતનો કરૂણ કિસ્સો
  • પતિ અને સાસુ સામે દુષપ્રેરનાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

WatchGujarat લગ્ન બાદ મહિલાઓ સાથે થતા સાસરિયાઓના અત્યાચારના કિસ્સાઓ માં જ્યારે પરિણીતા દીકરીને જન્મ આપે અથવા તો સાસરિયાઓને સંતાનનું સુખ ન આપી શકે ત્યારે તેના સાસરિયાઓ ત્રાસ આપતા હોય છે. પરંતુ રામોલમાં એવી ઘટના બની જેમાં પુત્રને જન્મ આપ્યો હોવા છતાં દીકરીને કેમ જન્મ નથી આપ્યો તે બાબતે પતિ અને સાસુ દ્વારા પરિણીતાને ત્રાસ અપાતો હતો. દુઃખની વાત એ છે કે આખરે પરિણીતાએ કંટાળીને પુત્રના જન્મદિવસના બે દિવસ પહેલાં જ મોતને વ્હાલું કરતા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કાગડાપીઠ સ્થિત હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા પ્રદીપ ભાઈ સોલંકી મણિનગર મ્યુનિ. વોર્ડમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેમને કુલ ચાર બહેનો છે. ચાર બહેન પૈકી 27 વર્ષીય ભાવના બહેનના વર્ષ 2018માં વસ્ત્રાલની આવાસ યોજનામાં રહેતા જીતુ બાબુભાઇ વાઘેલા સાથે લગ્ન થયા હતા લગ્નબાદ ભાવનાબહેન પતિ સાસુ અને દિયર સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. જીતુ પણ મ્યુનિ.કોર્પો.મા સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. ભાવના બહેનને સંતાનમાં 1 વર્ષનો પુત્ર છે.

લગ્નના ત્રણ માસ બાદથી ભાવના બહેનને તેની સાસુ કામ બાબતે ઠપકો આપી ત્રાસ આપતા હતા. આ બાબતે ભાવના બહેન તેમના પિયરમાં ફરિયાદ કરે તો સંસાર ન બગડે તે માટે તેમને સમજાવીને પિયરજનો પરત સાસરે મોકલતા હતાં. ભાવના બહેન તેમની સાસુને કઈ કહે તો પતિ તેની માતાનું ઉપરાણું લઈને માર મારતો અને પિયર આવવા દેતો નહિ.

ભાવના બહેને દીકરાને જન્મ આપતા તેની સાસુએ “અમારે દીકરી જોઈતી હતી તે દીકરાને જન્મ આપીને બહુ ખર્ચો કરાવ્યો છે”. તેમ કહી મહેણાં ટોણા મારતા હતા. આટલું જ નહીં ભાવના બહેનની સાસુ તેને “દીકરી જણાતી ન હોય તો મરી કેમ ન ગઈ” તેમ કહી ત્રાસ આપતા હતા. દરમિયાન ગત 6 જાન્યુઆરી ના રોજ ભાવના બહેને તેમના બહેન રેખા બહેનને ફોન કરી કહ્યું હતું કે, 9 મીએ તેમના પુત્રનો જન્મદિવસ છે. જેથી કપડા અને ગિફ્ટ ખરીદવાનું સાસુને કહેતા સાસુ અને પતિએ “દીકરો જણ્યો છે, તો પિયરમાંથી બધું લઈ આવ અને ના બનતું હોય તો ઘરમાંથી જતી રહે અને મરી જજે પાછી આવતી નહીં” તેવુ બોલે છે. અને ભાવનાબહેને તેની બહેનને કહ્યું કે તેના પુત્રનું મોઢું જોઈને તે બેઠી છે નહીં તો ક્યારની મરી જાત.

દરમિયાન બીજે દિવસે સવારે 7.30 વાગ્યે નાની બહેને પ્રદીપભાઈને ફોન કરી ભાવના બહેનના પતિનો ફોન આવ્યો હતો અને ભાવના બહેને ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો છે. તેમ જાણ કરી હતી. બનાવ અંગે પ્રદીપભાઈએ પોલીસને જાણ કરતા રામોલ પોલીસે તપાસ કર્યા બાદ ભાવના બહેનના પતિ અને સાસુ સામે દુષપ્રેરનાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud