• તમામ કિસ્સામાં 251થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ
  • છેલ્લાં અઢી વર્ષમાં સૌથી વધુ નશીલા દ્રવ્યો બનાસકાંઠામાંથી ઝડપાયા
  • અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરમાંથી છેલ્લાં 3 વર્ષમાં નશીલા દ્રવ્યો ઝડપાવવાના 50થી વધુ કિસ્સા નોંધાયા

WatchGujarat. મળતી મહિતી અનુસાર સીઆઈડી ક્રાઈમના એનડીપીએસ સેલ દ્વારા આ વર્ષે છેલ્લા છ મહિનાની અંદર જ 1 અબજથી પણ વધુની રકમના વિવિધ નશીલા માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યાં છે. નોંધનીય છે કે ડ્ર્ગ્સ વિરોધી ભારતના અભિયાનમાં ગુજરાતનું ગૃહ વિભાગ સક્રિયતાથી ભાગ ભજવી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યભરમાં નશીલા પદાર્થોના મામલે 251થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે નવાઈની વાત એ છે કે છેલ્લાં અઢી વર્ષમાં સૌથી વધુ નશીલા દ્રવ્યો બનાસકાંઠામાંથી ઝડપાયા છે. જ્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરમાંથી છેલ્લાં 3 વર્ષમાં નશીલા દ્રવ્યો ઝડપાવવાના 50થી વધુ કિસ્સા નોંધાયા છે.

વર્ષ 2021માં કરાયેલા મોટા કેસની વિગત

બનાસકાંઠા – 34

અમદાવાદ શહેર – 13

સુરત શહેર – 13

અમદાવાદ ગ્રામ્ય – 11

રાજકોટ શહેર – 11

ભાવનગર – 8

વડોદરા શહેર – 8

આણંદ – 7

પશ્વિમ કચ્છ – 7

રાજકોટ ગ્રામ્ય – 7

સુરત ગ્રામ્ય – 6

સુરેન્દ્રનગર – 5

મહેસાણા – 4

વડોદરા ગ્રામ્ય – 4

વલસાડ – 4

છેલ્લાં અઢી વર્ષમાં કરવામાં આવેલા મોટા કેસની વિગત

અમદાવાદ શહેર – 55

બનાસકાંઠા – 59

રાજકોટ શહેર – 50

સુરત શહેર – 54

ભાવનગર – 39

રાજકોટ ગ્રામ્ય – 37

વડોદરા શહેર – 32

સુરત ગ્રામ્ય – 34

ભરૂચ – 24

ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને ઈરાન દ્વારા અનેકવાર રાજ્યના યુવાધનને બરબાદ કરી અને ગેરમાર્ગે દોરવાના હેતુથી ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બદી ઘૂસાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. જો કે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક કિસ્સાઓમાં પાડોશી દેશોના આ કાવતરાંને નિષ્ફળ બનાવી તેમની આ ચાલને નાકામયાબ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે ડ્ર્ગ્સ વિરોધી ભારતના અભિયાનમાં ગુજરાતનું ગૃહ વિભાગ સક્રિયતાથી ભાગ ભજવી રહ્યું છે.  હાલ ગૃહ વિભાગનું સંપુર્ણ ધ્યાન રાજ્યમાં ઘૂસાડવામાં આવતી આ નશીલા પદાર્થોની બદી રોકવા માટેનું છે તમને જણાવી દઈેએ કે આગામી સમયમાં ગૃહ વિભાગ દ્વારા નાર્કોટિક માટે પણ અલાયદી અને ખાસ રીવોર્ડ પોલિસીની જાહેરાત કરવાની વિચારણાં કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud