કચ્છના માંડવી ખાતે રહેતો 35 વર્ષીય શાહીદ કાસમ સુમરા ગુજરાત ATS, પંજાબ STF અને NIAમાં વોન્ટેડ હતો.
અગાઉ 500 કિલો ગ્રામ હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ગુજરાતમાં લવાયો હતો.
દરિયામાં જ ટુકડે ટુકડે બોટમાં ડ્રગ્સનો જથ્થો જુદી જુદી જગ્યા સપ્લાય કરાતો હતો.
જમ્મુ કાશમીરથી જીરૂની આડમાં હેરોઇનનો જથ્થો પંજાબ મોકલવામાં આવતો
ગુજરાત ATS ને જાણ થતાં દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શાહીદને ઝડપી પાડવામાં આવ્યો
WatchGujarat. ભારતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચઢાવી બરબાદ કરવાનુ કાવતરૂ ઘડનાર અને દેશની ત્રણ એજન્સીઓમાં વોન્ટેડ શાહીદ સમુરા દુબઇથી દિલ્હી હોવાની માહિતી ગુજારાત ATS ને મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. શાહીદ સુમરા ગુજરાત ATS, પંજાબ STF અને NIA વોન્ટેડ હતો. અગાઉ પાકિસ્તાનથી ગુજરાતમાં ઠાલવવામાં આવેલો અંદાજીત રૂ. 2500 કરોડનો 530 કિલો હેરોઇન શાહીદ દ્વારા પાકિસ્તાનથી લાવયો હોવાનુ તપાસમાં ખુલ્યું હતું.
વર્ષ 2018માં દેવભૂમિ દ્વારકાથી રૂ. 15 કરોડનુ હેરોઇન ઝડપાયું હતુ
ગુજરાતમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારને ડામવા ગુજરાત એ.ટી.એસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહીં છે. તેવામાં ગત ઓગષ્ટ-2018માં દેવભૂમિ દ્વારકા સ્થિત સલાયા ખાતેથી ગુજરાત એ.ટી.એસ એ રૂ. 15 કરોડની કિંમતનુ 5 કિ.ગ્રા હેરોઇન જપ્ત કર્યું હતુ. આ ગુનામાં જુદા જુદા રાજ્યોમાંથી 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કચ્છના માંડવી ખાતે રહેતા શાહીદ કાસમ સુમરાનુ નામ ખુલ્યું હતુ. જેથી તે ફરાર થઇ ગયો હતો.
પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે હેરોઇન ગુજરાતમાં લાવતા, j&Kથી જીરૂની આડમાં ટ્રાન્સપોર્ટમાં પંજાબ મોકલાતા
પકડાયેલા આરોપીની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, “અગાઉ 500 કિલો હેરોઇનનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ગુજરાતના જખૌના દરિયામાં સાત આઠ માઇલ અંદર અલગ અલગ દિવસે ડીલીવરી કરવામાં આવી હતી. ત્યારબાદ શાહીદ કાસમ સુમરા અને રફીક આદમ સુમરાને નાની ફાઇબરને બોટમાં ડીલીવરી પુરી પાડવામાં આવી હતી”.
આ જથ્થામાંથી 300 કિલો હેરોઇન શાહીદ સુમરા, રફીક સુમરા તથા રાજુ દુબઇએ ત્રણ ફેરામાં જમ્મુ-કાશમીર પહોંચાડ્યો હતો. જ્યાં સીમરનજીતના કહેવાથી તેના સાગરીતો મંજુરઅમહેમદ અલીમંહમદ મીર તથા નઝીરઅહેમદ લાસીમહમંદ ઠાકરએ જીરૂની આડમાં હેરોઇનનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે પંજાબ મોકલ્યો હતો. જોકે આ જથ્થો પકડાઇ જતા તપાસમાં શાહીદ કાસમ સુમરાનુ નામ ખુલ્તા તે ફરાર થઇ ગયો હતો. અને બાકીના 200 કિલો હેરોઇનના જથ્થાને શાહિદે તેના સાગરીકે મારફતે અમૃતસર ખાતે મોકલ્યો હતો. જે હેરોઇનનો જથ્થો પંજાબ - અમૃતસર એસટીએફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં પંજાબ એસટીએફને 193 કિલો હેરોઇનનો જથ્થો મળી આવતા એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પણ શાહિદ કાસીમ વોન્ટેડ હતો.
ગુજરાત ATS ને બાતમી મળી કે શાહીદ ફરી એક વખત પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઠાલવી રહ્યો છે.
ગુજરાત એ.ટી.એસ અને પંજાબ STF ના NDPS ના ગુનામાં વોન્ટેડ હોવા છતાં શાહીદ સુમરા ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો. દરમિયાન ગુજરાત એ.ટી.એસને બાતમી મળી હતી કે, શાહીદ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે હેરોઇન ગુજરાતના દરિયમાં લાવી રહ્યો છે. જેથી ગુજરાત એ.ટી.એસ અને ICG (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ)એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી દરિયમાંથી શંકાસ્પદ “નુહ” બોટને આંતરી 8 પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડી તેમના કબ્જામાંથી 30 કિ.ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. અંદાજીત રૂ. 150 કરોડના હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓની પુછપરછમાં પણ શાહીદ કાસમ સુમરાનુ નામ ખુલ્યું હતુ.
ડ્રગ્સની હેરાફેરીમાં થતી કમાણીથી આતંકવાદી સંગઠનોને ફંડીંગ પુરૂ પાડવામાં આવતુ
આમ ગુજરાત એ.ટી.એસના બે અને પંજાબ STF તેમજ NIA માં વોન્ટેડ શાહીદ કાસમ સુમરાની ગુજરાત એ.ટી.એસ દ્વારા તપાસ કરતા જાણાવ મળ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનથી લવાયેલા અંદાજીત રૂ. 2500 કરોડના 530 કિલો ગ્રામ હેરોઇનની હેરાફેરી કરવામાં આવી હતી. જેમાં શાહીદ કાસમ સુમરાનુ નામ મોખરે છે. તપાસમાં એવુ પણ જાણવા મળ્યું છે કે, શાહીદ સુમરા આંતકવાદી પ્રવૃત્તિઓમાં પણ સંકળાયો છે. તેમજ ડ્રગ્સની હેરાફેરી થકી કમાણીનો ઉપયોગ આતંકવાદી સંગઠનોને ફંડીંગ પુરૂ પાડવમાં કરાતો હતો.