• સરખેજ ગામના રહેવાસી ઉમેશ ભાટિયા 2009ની પોલીસ ભરતીમાં પોલીસ વિભાગમાં જોડાયા
  • તેઓ આજે સવારમાં સાડા નવ વાગે પોલીસ સ્ટેશન પહોંચી ગયા
  • લોકર માંથી રિવોલ્વર કાઢીને ખુદ ને ગોળી મારી દીધી
  • બનાવણી જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા

WatchGujarat. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં રાઇટર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉમેશ ભાટિયાએ રિવોલ્વરથી ખુદને ગોળી મારી આપઘાત કરી લીધો હતો જેને અમદાવાદના આખા પોલીસ વિભાગમાં ચકચાર મચાવી દીધી છે.

સરખેજ ગામના રહેવાસી ઉમેશ ભાટિયા 2009ની પોલીસ ભરતીમાં પોલીસ વિભાગમાં જોડાયા હતા. જે પાલડી પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઇટર તરીકે ફરજ બજાવતા હતા.

હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટિયા સામાન્ય રીતે સવારના 11 વાગ્યાની આસપાસસ પોલીસ સ્ટેશન આવતા હતા પરંતુ તે આજે સવારમાં સાડા નવ વાગે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.જયારે અન્ય સ્ટાફ બીજી તાપસમાં વ્યસ્ત હતો ત્યારે ઉમેશ પોલીસ સ્ટેશનમાં જ્યા હથિયાર હોય છે ત્યાં પહોંચી ગયા હતા અને લોકર માંથી રિવોલ્વર કાઢીને ખુદ ને ગોળી મારી દીધી હતી.

આ બનાવણી જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને 108 ની મદદ થી ઉમેશને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું. આ અંગે મૃતક પાસેથી પોલીને કોઈ સુસાઇડ નોટ મળી નથી. જેથી પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud