• પ્રેસમાં ઘૂસી આવેલા ભેજાબાજએ એમ પણ કહ્યું હતું કે, જયપુર SOGના કહેવાથી હું તપાસ માટે આવ્યો છું
  • પ્રેસમાં કામ કરતા કર્મીઓને શંકા જતા આઇ.ડી પ્રુક માંગ્યો અને ભેજાબાજ શર્મા દોટ મુકી ભાગ્યો

રાજસ્થાનના શિક્ષણ મંત્રીનો OSD હોવાની ઓળખ આપી ભેજાબાજ શર્મા પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર લીકની તપાસ માટે પહોંચ્યો, જાણો પછી શુ થયું

WatchGujarat  પેપર લીક કૌભાંડની તપાસ અર્થે ખોટી ઓળખ આપી પ્રિન્ટિંગ પ્રેસમાં એક શખ્સ ઘૂસી આવ્યો હતો. પ્રેસના કર્મચારીઓએ તેની પુછપરછ કરતા રાજસ્થાનના શિક્ષણ મંત્રીનો OSD હોવાની ઓળખ આપી હતી. તેમજ જયપુર એસઓજી પોલીસના કહેવાખી પેપર લીકની તપાસ કરવા આવ્યો હોવાનુ જણાવ્યું હતુ. જોકે પ્રેસના કર્મચારીઓને શંકા જતા જ્યારે ID પ્રુફ માંગવામાં આવ્યું ત્યારે તે દોટ મુકી ભાગ્યો હતો. પ્રેસના કર્મચારીઓએ બેજાબાજને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો.

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા વૈભવ ટાવરમાં રહેતા ગૌરવભાઈ ત્રિવેદી આંબલી ગામમાં આવેલા કિન્નર મહેતાના સૂર્યા ઓફસેટમાં છેલ્લા 18 વર્ષથી વહીવટી અધિકારી તરીકે નોકરી કરે છે. મંગળવારે ગૌરવભાઈને એમ.એમ.શર્મા નામના વ્યક્તિએ ફોન કરી રાજસ્થાન સરકારનું પ્રિન્ટિંગ કામ હોવાથી મળવા માટે જણાવ્યું હતું. બીજા દિવસે એમ.એમ શર્માએ વોટ્સઅપ મેસેજ કરી સવાલ કર્યો તમે હોટલ પર મળવા આવશો ? ત્યારે ગૌરવભાઈએ ના પાડી હતી. #OSD

ત્યારબાદ ગુરુવારે બપોરે 12 વાગ્યે શર્મા અચાનક ગૌરવભાઈની ઓફિસ પહોંચી ગયો હતો. જ્યાં તેણે રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદસિંગના ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી (OSD) હોવાની ઓળખ આપી હતી. આ ઉપરાંત પોતે જયપુર SOGના કહેવાથી અહીંયા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રેસમાં ઘૂસી આવેલા શર્માએ એમ પણ કહ્યું કે, જયપુરમાં કોચિંગ કલાસ ચલાવતા બલવીર પાસેથી જાણવા મળ્યું છે કે, તમારા ત્યાંથી પેપરલીક થાય છે, જેની તપાસ કરવાની છે. આમ જણાવતા ગૌરવભાઈએ શર્મા પાસે તેનું ID પ્રુફ માગ્યું હતું. તમે ID પ્રુફ આપો તો જ અમે માહિતી આપીશું તેમ જણાવતા શર્મા ઉભો થઈને ચાલવા લાગ્યો હતો.

ગૌરવભાઈને શંકા જતા તેણે ઉભા રહેવા જણાવ્યું પણ ખોટી ઓળખ આપનાર શર્મા ત્યાંથી ભાગ્યો હતો. જેથી ઓફિસના માણસોએ અને સ્થાનિક લોકોએ તેનો પીછો કરી ઝડપી લીધો હતો. અને જે ટેક્ષીમાં શર્મા ત્યાં પહોંચ્યો હતો. તે ટેક્ષીમાં રાખેલ બેગમાંથી શર્માનું આઈડી કાર્ડ જોતા તેનું નામ મુકેશ મહેશ શર્મા (ઉ.વ.35 રહે, શ્રી કૃષ્ણ સોસાયટી આંબલી, દાદરાનગર હવેલી મૂળ-જયપુર રાજસ્થાન) જણાયું હતું. મુકેશ શર્માએ ગૌરવભાઈનો મોબાઈલ નંબર અમદાવાદમાં રહેતાં મનોજ ખત્રી પાસેથી મેળવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. અને તે સ્ટિંગ કરવા પહોંચ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી મુકેશ શર્માને સરખેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે મુકેશ વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલો વધુ તપાસ હાથ ધરી છે.

More #OSD #Rajasthan #minister #Printing press #paper leak #FIR #Sarkhej police station #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud